Back to countries
Select country
Select Page
🇬🇧United Kingdom
Last updated: 6.19.2023
United Kingdom - General Terms and Conditions (Gujarati)
યુનાઈટેડ કિંગડમ
સામાન્ય નિયમો અને શરતો
- પરિચય
- TIER ઓપરેશન્સ લિમિટેડ (TIER) વેબ દ્વારા સક્રિય બનાવાયેલ મોબાઈલ ફોન્સ (ધ TIERએપ) માટેની તેની એપ્લીકેશન મારફત ઈલેક્ટ્રીક સ્કૂટરસ (ઈસ્કૂટર્સ) અને ઈલેક્ટ્રીક બાઈક્સ (ઇબાઈકસ) (સામુહિક રીતે જેમનો વાહનો તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે) ને ભાડા ઉપર આપવાનો વ્યવસાય ચલાવે છે. વાહનો TIER એપ મારફત જેમણે નોંધણી કરાવેલી છે માત્ર તેવા જ ગ્રાહકોને ભાડે આપી શકાય છે.
- આ એવા નિયમો અને શરતો (ધ ટર્મ્સ) છે કે જેના ઉપર TIER તેની સેવાઓ તમને પૂરી પાડે છે. તે TIER એપના ઉપયોગનું અને TIER એપનો ઉપયોગ કરીને કરવામાં આવતા વાહન ભાડાના કરારોનું નિયમન કરે છે.
- આ નિયમોને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી. TIER એપ તેની સેવાઓ તમને કેવી રીતે પૂરી પાડે છે, કરાર કેવી રીતે કરવો અથવા તેનો અંત કેવી રીતે લાવવો, જો કોઇપણ સમસ્યા હોય તો શું કરવું અને અન્ય મહત્વની માહિતી તે તમને જણાવે છે.
- TIER અંગેની માહિતી અને અમારો સંપર્ક કેવી રીતે કરવો.
- TIER એ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કંપની નંબર 12640257 હેઠળ નોંધાયેલી એક કંપની છે. TIER c/o WeWork, 1 Mark Square, London, EC2A 4E ઉપર આવેલી છે અને તેનો વેટ નંબર GB 350 1962 17 છે.
- તમે TIERની ગ્રાહક સેવાની ટીમને +44 808 304 4069 ઉપર ટેલીફોન કરીને અથવા support@tier.app ને ઈ-મેઈલ કરીને અમારો સંપર્ક કરી શકો છો.
- આ નિયમો અને શરતો
- આ નિયમો અને શરતો TIER એપના ઉપયોગનું અને TIER એપનો ઉપયોગ કરીને કરવામાં આવતા વાહન ભાડાના કરારોનું નિયમન કરે છે.
- TIER સમયાંતરે આ નિયમોમાં સુધારો કરવાનો અધિકાર અનામત રાખે છે અને આવા ફેરફારોની ઇમેઇલ દ્વારા તમને જાણ કરશે. TIER દ્વારા તમને જાણ કરવામાં આવ્યાના છ અઠવાડિયાની અંદર લેખિતમાં વિરોધ કર્યો નહીં હોય અથવા તમે સૂચના પછી TIERની સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તો કોઈપણ ફેરફારોને માન્ય માનવામાં આવશે. તમને ફેરફારો સામે વાંધો ઉઠાવવાના તમારા અધિકારની જાણ તમને તે જ સમયે કરવામાં આવશે કે જે તમને ફેરફારો વિશે સૂચિત કરવામાં આવશે. તમને ફેરફારો અંગે જાણ કરવામાં આવે તે જ સમયે ફેરફારો અંગે વાંધો ઉઠાવવાના તમારા અધિકાર અંગે તમને જાણ કરવામાં આવશે.
- એક ઉપભોક્તા તરીકે, TIER એપનાં તમારા ઉપયોગ અને TIERનાં વાહનોના તમારા ભાડાનાં સંબંધમાં તમે કેટલાક કાનૂની અધિકારો ધરાવો છો. તમે આ અધિકારો અંગે https://www.citizensadvice.org.uk/consumer/.ઉપર વધુ માહિતી મેળવી શકો છો. આ નિયમો કે જે તમારા કાનૂની અધિકારો ઉપરાંતમાં લાગુ પડે છે પરંતુ તેમનું સ્થાન લેતા નથી, તેમના વડે તમારા કાનૂની અધિકારો પ્રભાવિત થતા નથી.
- TIER એપનાં ઉપયોગ માટેનો તમારો કરાર
- એક TIER વાહન ભાડે આપવા સક્ષમ બનવા માટે, તમારે સૌપ્રથમ TIER એપમાં એક યુઝર એકાઉન્ટ બનાવીને એક TIER ગ્રાહક તરીકે નોંધણી કરાવવી જરૂરી છે. દરેક ગ્રાહક ફક્ત એક વાર જ નોંધણી કરાવી શકે છે. ફક્ત એવા ગ્રાહકો કે જેમણે યોગ્ય રીતે નોંધણી કરાવેલી હોય તેઓ પછી TIER સેવાઓનો ઉપયોગ કરી શકે છે. તમારી પાસે નોંધણી માટેનો કોઈ જ આપોઆપ અધિકાર નથી.
- જ્યારે નોંધણી પ્રક્રિયા – કે જે દરમિયાન તમને આ નિયમોનો સ્વીકાર કરવાનું કહેવામાં આવશે અને ખાસ કરીને તમારું પૂરું નામ, ઈ-મેઈલ સરનામું, અંગત મોબાઈલ નંબર અને માન્ય ચુકવણીની વિગતો આપવાનું કહેવામાં આવશે – તે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હોય ત્યારે, તમે TIER એપના ઉપયોગ માટે TIER સાથે એક કરાર કરેલો હશે.(યુઝર કરાર) યુઝર કરારની એક નકલ તમને ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે.
- ત્યારબાદ, આ નિયમોને અનુરૂપ રહીને તમે જુદા જુદા ભાડાના કરારો પૂર્ણ કરીને વાહનો ભાડે આપી શકો છો. એ વાતની નોંધ લેવા વિનંતી કે યુઝર કરાર પોતે જ TIER માટે કે તમારા માટે, એક વાહન ભાડાના કરાર કરવા માટે કોઇપણ અધિકારને પ્રોત્સાહન આપશે નહીં.
- જો TIER ને યોગ્ય રીતે એમ લાગે કે વ્યક્તિ આ નિયમોનું પાલન કરશે નહીં તો એક યુઝર કરાર કે કોઇપણ વ્યક્તિગત ભાડાના કરાર કરવા માટે ઇનકાર કરવાનો TIER અધિકાર ધરાવે છે.
- યુઝર એકાઉન્ટ (ખાતું)
- જેની વિગતો તમે TIER ને આપો છો તે બેંક ખાતાના કે ક્રેડીટ કાર્ડનાં તમે નામિત ધારક હોવા જોઈએ. તમે નોંધણીની પ્રક્રિયા દરમિયાન જે વ્યક્તિગત માહિતી આપો છો તેને અદ્યતન રાખવા માટે તમે બંધાયેલા છો. આ બાબત ખાસ કરીને તમારા ઈ-મેઈલ એડ્રેસ, વ્યક્તિગત મોબાઈલ ફોન નંબર અને ચુકવણીની વિગતોને લાગુ પડે છે.
- તમે તમારા યુઝર એકાઉન્ટ મારફત જેને બુક કરેલ છે તેવા એક TIER વાહનનો ઉપયોગ કરવાની કોઇપણ ત્રીજા પક્ષકારોને અનુમતિ આપી શકતા નથી અને બીજી વ્યક્તિઓ દ્વારા ઉપયોગ માટે તમારા લોગઇનની વિગતો આપી શકતા નથી. તમારે વિના વિલંબે: (i) તમારો પાસવર્ડ બદલવો જોઈએ જો એવું માનવા માટે કારણ હોય કે કોઇપણ બીજી વ્યક્તિ તેનાથી માહિતગાર બનેલી હોય તો; અને (ii) આ હકીકતની TIER ને જાણ કરવી જોઈએ.
- TIER એપનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે વેબ દ્વારા સક્રિય બનાવાયેલ એવો મોબાઈલ ફોન હોવો જોઈએ કે જે TIER એપની ટેકનીકલ જરૂરીયાતોને પૂર્ણ કરે છે. જ્યારે પણ TIER એપને ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારે યુઝરનો મોબાઈલ ફોન આવી જરૂરીયાતોને પૂર્ણ કરે છે કે કેમ તે બાબતે યુઝરના મોબાઈલ ફોનને આપોઆપ તપાસવામાં આવે છે. તમારા મોબાઈલ ડેટાના સંદેશાઓ સંભવ બને તેને સુનિશ્ચિત કરવા માટે તમે જવાબદાર છો અને કોઇપણ ડેટા પ્રસારણનાં સંબંધમાં તમારા મોબાઈલ સેવા પ્રદાતા દ્વારા કરવામાં આવતા કોઇપણ ચાર્જીસને તમે ભોગવશો.
- માહિતી ટેકનોલોજીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને TIER એપની નકલ કરવાની કે તેમાં ઘાલમેલ કરવાની તમને મનાઈ કરવામાં આવે છે. જો તમે આ મનાઈનો ભંગ કરેલ હોવાનું કે તેનો ભંગ કરવાનો પ્રયાસ કરેલ હોવાનું જણાશે તો, TIER ને કાયદા દ્વારા પ્રાપ્ત હોય તેવા કોઇપણ અન્ય અધિકારો અને ઈલાજોને બાધ આવ્યા વિના તાત્કાલિક અસરથી TIER એપમાંથી તમારા એક્સેસને પાછો લેવાનો TIER અધિકાર ધરાવે છે.
- તમારે તમારા યુઝર એકાઉન્ટ સાથે સંકળાયેલ મોબાઈલ ફોનની કોઇપણ ખોવાવાની કે ચોરીની અથવા એવા કોઇપણ અન્ય સંજોગોની કે જે યુઝર એકાઉન્ટ ત્રીજા પક્ષકારો દ્વારા ઉપયોગ થઇ શકવાનું સંભવ બનાવે તેની વિના વિલંબે TIERને જાણ કરવી જરૂરી છે. દુરુપયોગ અટકાવવાના હેતુથી, TIER ત્યારબાદ આ બાબતનો ઉકેલ આવે નહીં ત્યાં સુધી એક્સેસ નિષ્ક્રિય બનાવશે અને તમને એક્સેસ નિષ્ક્રિય બનાવવામાં આવેલ છે તે બાબતની ઈ-મેઈલ દ્વારા જાણ કરશે.
- એક વાહનને અનામત રાખવું અને સવારી શરુ કરવી
- ઈસ્કૂટર્સનું ભાડું ઉપલબ્ધતાને આધીન છે. વાહનો ફક્ત એક ખાસ વિસ્તારમાં એક નિયત કરાયેલ પ્રદેશની અંદર જ ઉપલબ્ધ હોય છે.(વ્યાવસાયિક પ્રદેશ)
- TIER એપમાં હાજર હોય તે મુજબના નિયત કરાયેલા હોય તે વાહનો જ તમે ભાડે આપી શકો છો. તમારે એ બાબતની નોંધ લેવી જોઈએ કે
- એક ચોક્કસ TIER વાહનને સવારીની શરૂઆત પહેલા મહત્તમ દસ મિનીટ સુધી નિ:શુલ્ક આરક્ષિત રાખી શકાય છે.
- TIER એપમાં “સ્ટાર્ટ રાઈડ” ઉપર ક્લિક કરવાથી, તમે અનામત રાખેલ હોય તે વાહન ભાડે આપવા માટેની એક બંધનકારી ઓફર બનાવશો. તમારા ઉપયોગ માટે તે વાહનને મુક્ત કરીને, તે સવારી માટે એક ભાડાનો કરાર બનાવીને TIER આ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે.
- ભાડાનો સમયગાળો ત્યારે શરુ થશે જ્યારે વ્યક્તિગત ભાડાનો કરાર કરવામાં આવે છે અને ત્યારે પૂરો થશે જ્યારે ફકરા 7 સાથે અનુરૂપ બનીને તમે તમારી સવારી પૂર્ણ કરો અથવા એક વાર 60 મિનીટનો મહત્તમ ભાડાનો સમયગાળો પૂર્ણ થાય ત્યારે.
- તમારી સવારી શરુ કરતા પહેલા તમે જેનાથી માહિતગાર બનો તેવી વાહનની કોઇપણ ખામીઓ કે નુકશાનીની અનુચિત વિલંબ વિના તમારે TIERને જાણ કરવી જોઈએ. જો દેખીતી રીતે આવી કોઇપણ ખામીઓ કે નુકશાની દેખાય કે જે ટ્રાફિકની સલામતીને ગંભીર અસર કરે અથવા વાહનની સામાન્ય કાર્યક્ષમતાને ગંભીર અસર કરે તેવી સંભાવના હોય તો તમારે તેવા ચોક્કસ વાહનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
- આવી જ રીતે, ઘસાયેલા ટાયરો અથવા મડગાર્ડને નુકશાની જેવી કોઇપણ દેખીતી ખામીઓ કે નુકશાનીની જેટલું ઉચિત રીતે સંભવ બને તેટલું વહેલા TIER ને જાણ કરવી જોઈએ.
- વાહનના તમારા ઉપયોગમાં કોઇપણ નોંધપાત્ર ભંગાણો જો તે શોધી કાઢે તો, તમારા યુઝર એકાઉન્ટમાં નોંધાયેલા તમારા મોબાઈલ ફોન નંબર ઉપર TIER તમને કોલ કરી શકે છે.
- એક સવારીને પૂર્ણ કરવી
- જયારે તમે તમારી સવારી પૂર્ણ કરવા ઈચ્છો ત્યારે તમારે ફકરા 8 સાથે અનુરૂપ બને તે રીતે વાહનને યોગ્ય રીતે પાર્ક કરવું જોઈએ અને ત્યારબાદ ભાડાને પૂર્ણ કરવા માટે TIER એપમાં રહેલી પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.
- વ્યાવસાયિક પ્રદેશની સીમાઓ અને વિભાગો કે જેમાં વાહન પાર્ક કરવાની મનાઈ છે તેનાં વિષે તમારે TIER એપ મારફત પોતાને માહિતી આપવી જોઈએ. જો તમે એક વ્યાવસાયિક પ્રદેશની બહાર તમારા ભાડાને પૂર્ણ કરો તો વ્યાવસાયિક પ્રદેશની અંદર વાહનને પાછું લાવવા માટેના પરિવહન કરવાના ખર્ચ માટે તમે જવાબદાર છો.
- તમે ફક્ત TIER એપ મારફત ભાડાને પૂર્ણ કરી શકો છો જો વાહન લાગુ વ્યાવસાયિક પ્રદેશની અંદર અને એવા કોઇપણ વિભાગની બહાર કે જેમાં વાહનોને પાર્ક કરવાની મનાઈ હોય ત્યાં આવેલું હોય તો. એ વાતની નોંધ લેશો કે તમે એક ઈન્ટરનેટ કનેક્શન વગર સવારીને સમાપ્ત કરી શકતા નથી તેથી તમારે વાહનને અલગ અલગ એવા સ્થાન ઉપર લઇ જવાની જરૂર પડી શકે છે જ્યાં ઈન્ટરનેટ કનેક્શન પ્રસ્થાપિત કરી શકાય છે.
- જો તમે પાર્ક કર્યા બાદ TIER એપ મારફત ભાડાને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાઓ તો, ભાડાનો વ્યવહાર આપોઆપ સમાપ્ત કરવામાં આવશે, સિવાય કે 60 મિનીટ વીતી ગયા બાદ વાહનને પાછળથી ફેરવવામાં કે ઉપયોગમાં લેવામાં આવે.
- જો TIER એપનો ઉપયોગ કરીને તમે ભાડાનો વ્યવહાર સમાપ્ત કરવામાં ટેકનીકલ કારણોને કારણે અસમર્થ હોવ તો, તમારે TIER દ્વારા ભાડાની સમાપ્તિ માટેની આગળની પ્રક્રિયામાં સંકલન કરવા માટે અનુચિત વિલંબ વગર આ હકીકતની TIERને જાણ કરવી જોઈએ.
- ભાડાના ચાર્જ ચુકવવાની તમારી જવાબદારી માત્ર ત્યારે જ પૂર્ણ થશે જ્યારે ભાડાનો વ્યવહાર સમાપ્ત કરવામાં આવે છે, સિવાય કે તમારા નિયંત્રણ બહાર હોય તેવા કારણોને કારણે તમારા માટે તેને સમાપ્ત કરવાનું અસંભવ બન્યું હોય.
- જયારે ભાડાનો વ્યવહાર સમાપ્ત કરવામાં આવે છે ત્યારે, કુલ ભાડાનો સમયગાળો અને તે સવારી માટે કુલ ભાડાનો ચાર્જ તમને બતાવવામાં આવશે.
- એક વાહનને પાર્ક કરવું
- જ્યાં સ્થાનિક નિયમો કે કાયદાઓ દ્વારા વાહનોને પાર્ક કરવાનું પ્રતિબંધિત ના હોય તેવા જાહેર વિસ્તારોમાં વાહનોને યોગ્ય રીતે પાર્ક કરવા જોઈએ.
- તમારે વાહનોને એ રીતે પાર્ક ના કરવા જોઈએ કે જે ટ્રાફિકની સલામતી કે ત્રીજા પક્ષકારોના હક્કો કે હિતોને જોખમમાં મૂકે.
- તમારે કિકસ્ટેન્ડ કે જેના વડે વાહનો સજ્જ હોય છે તેનો ઉપયોગ કરીને વાહનને પાર્ક કરવું જોઈએ.
- ખાસ કરીને, વાહનો પાર્ક કરાવા જોઈએ નહીં:
- રસ્તાના કાટખૂણે, રસ્તાની બાજુમાં ચાલવાના માર્ગના કાટખૂણે, ચોકની નજીક અથવા અન્ય એવી રીતે કે જે રસ્તાના ટ્રાફિકને અવરોધો સર્જતા હોય; અથવા
- વૃક્ષો, ટ્રાફિકની નિશાનીઓ, ટ્રાફિક લાઈટો, પાર્કિંગ મીટરો, વેન્ડીન્ગ મશીનો, ત્રીજા પક્ષકારોની વાળો, બેંચો, કન્ટેનરો, કચરા ટોપલીઓ પાસે, કટોકટી સમયે બહાર નીકળવાના માર્ગો અને અગ્નિ શમન ખાતાની ઇમારતોની સામે, પ્રવેશ દ્વારો કે બહાર નીકળવાના માર્ગોની સામે, કોઈ જ રોકાણની અનુમતિ આપવામાં આવતી નથી તેવા વિભાગોમાં, જાહેર પરિવહનના હબ્સ તરફ લઈ જતા પ્રવેશ રસ્તાઓમાં, સાઈકલ માર્ગો ઉપર, અંધ વ્યક્તિ માટેની અભિમુખતા સહાયતા પાસે, પગપાળા ચાલનારા માટેના ક્રોસિંગ્સ ઉપર, ઈમારતોની અંદર, ઈમારતોના અંદરના આંગણાઓમાં, બીજા વાહનો પાસે, બગીચાઓ અને હરિયાળા સ્થાનોમાં, એવા સ્થાનોમાં જ્યાં વાહનો જાહેરાતો કે શેરીના ફર્નિચરને ઢાંકી દે, અથવા જ્યાં એક ઈંસ્ટોલેશનની કામગીરીને ગંભીર અસર પડે તેમ હોય, માલ ભરવા કે ઉતારવા માટે અનામત રખાયેલા વિસ્તારોમાં અથવા અન્ય યુઝરો કે સેવાઓ માટે અનામત રખાયેલા વિસ્તારોમાં, અથવા TIER વાહનોને પાર્ક કરવાની બાબત વ્હીલ ચેરનો ઉપયોગ કરનારાઓ અને શારીરિક ખોડ ધરાવતા લોકો માટે જરૂરી જગ્યામાં અવરોધ ઊભો કરે તેમ હોય.
- વાહનો જાહેર રીતે સુલભ વિસ્તારોમાં પાર્ક કરવા જોઈએ અને નહીં કે એવા સ્થાનોમાં જેમાં પ્રવેશ કરવો મુશ્કેલ હોય, જેમાં ખાસ કરીને (સિવાય કે તે સ્પષ્ટ રીતે TIER પાર્કિંગ સ્થાનો તરીકે નિયત કરવામાં આવેલા હોય):
- ખાનગી ઇમારતો કે કંપનીના મેદાનો;
- ઈમારતની અંદરના ભાગમાં આવેલા આંગણાઓ;
- પાર્કિંગ ગેરેજો;
- ગ્રાહક માટેના પાર્કિંગ સ્થાનો, ખાસ કરીને શોપિંગ સેન્ટરો, સુપર માર્કેટસ, રેસ્ટોરંટસ અને બાર્સની સામે;
- યુનીવર્સીટીઓ અને અન્ય જાહેર સેવાના સ્થાનોના પાર્કિંગ સ્થાનો કે
- અંદરની જગ્યાઓનો સમાવેશ થાય છે.
- ઉપરાંતમાં, વાહનો એવા વિસ્તારોમાં પાર્ક કરી શકાતા નથી કે જે અમુક દિવસો અથવા દિવસના અમુક સમયો માટેના અથવા ખાસ વાહનો માટેનાં પ્રતિબંધોને આધીન હોય. અ બાબત પાર્કિંગની મનાઈઓને પણ લાગુ પડે છે કે જે સ્થાનિક અધિકારીઓ દ્વારા અગાઉથી જણાવવામાં આવેલ હોય પરંતુ હજુ સુધી અમલમાં આવેલ હોય નહીં (ઉદાહરણ તરીકે, કથિત સ્થાનને અસર કરતી ઘટનાઓ કે મકાન ફેરવનારાઓનાં કારણે ભાવિ સમય ઉપર લાગુ પડતા ટૂંકા ગાળાના પ્રતિબંધો)
- તમે વાહનને પાર્ક કરેલ હોય તે ચોક્કસ સ્થાન વિષે જો TIER દ્વારા માહિતી માંગવામાં આવે તો, શુભ નિષ્ઠામાં માહિતી પૂરી પાડવા માટે તમે બંધાયેલા છો.
9. ભાડાની ફીની ચુકવણી
- એક વાહનના તમારા ઉપયોગ માટે ભાડાની ફી ચુકવવા માટે તમે બંધાયેલા છો. તમારા દ્વારા ભાડાના એક કરારને કરતા પહેલા, TIER એપ અનલોકીંગ માટેની અનલોક ફી તેમજ તેનો ઉપયોગ કરવા માટેની પ્રતિ મિનીટની ફી (લાગુ મૂલ્ય વર્ધિત કરવેરા સાથે)પ્રદર્શિત કરશે. જ્યારે તમે ભાડાના કરારને પૂર્ણ કરો ત્યારે કુલ ભાડાની ફી ચુકવવાપાત્ર બને છે.
- તેને TIER એપમાં ઉપલબ્ધ તરીકે નિયત કરાયેલ હોવા છતાં એક વાહનનો ઉપયોગ કરવા માટે તમે અસમર્થ રહ્યા હોવ તેવા જો કાબુ બહારના કારણો હોય તો, તમારી પાસે ભાડાની ફી વસૂલવામાં આવશે નહીં.
- વાહનોના તમારા ઉપયોગ માટે પ્રતિ મિનીટનાં આધાર ઉપર (મિનિટનો અપૂર્ણાંક ભાગ મિનીટ તરીકે વસૂલવામાં આવે છે) અથવા અગાઉથી ચૂકવેલ પેકેજની શરતોના આધાર ઉપર તમારી પાસેથી ચાર્જ લેવામાં આવશે. અગાઉથી ચૂકવેલ પેકેજીસની ખરીદી માટે, અગાઉથી ખરીદેલ પેકેજીસ માટેના નિયમો અને શરતો (https://about.tier.app/terms-and-conditions/) આ નિયમો ઉપરાંતમાં લાગુ પડશે.
- TIER વિવિધ સેવા પ્રદાતાઓ સાથે કામ કરે છે. નોંધણી પ્રક્રિયામાં તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ ચુકવણીની પદ્ધતિ મુજબ ચૂકવણીઓ કરવામાં આવે છે. ભાડાનો કાયદેસરનો કરાર કરીને તમે એ વાતની પુષ્ઠી કરો છો કે ડાયરેક્ટ ડેબીટ દ્વારા દર્શાવેલ ખાતાનું ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવા માટે તમે અધિકૃત છો. એ સુનિશ્ચિત કરવા માટે તમે જવાબદાર છો કે તમારા ચુકવણીના પસંદ કરાયેલા માધ્યમો ભાડાની ફીસને આવરી લેવા માટે પૂરતા છે. જો નાણાના અભાવના કારણે અથવા અન્ય કારણોને લીધે કે જેના માટે તમે જવાબદાર છો તેના કારણે ચુકવણી કરી શકાય નહીં તો, TIER તેના વહોરવામાં આવેલા વાસ્તવિક ખર્ચા માટે તમારી પાસેથી ચાર્જ વસૂલી શકે છે, સિવાય કે તમે એ બતાવી શકો કે TIER એ કોઇપણ ખર્ચા કર્યા નહોતા કે ખોટ સહન કરી નહોતી.. આ બાબત TIER ને ઉપલબ્ધ કોઇપણ અન્ય કાનૂની અધિકારો અને ઈલાજોને બાધ આવ્યા વિનાની છે.
- તમે TIER સામે હોય તેવા કોઇપણ દાવાઓ કે જે TIER સામે છે તેને તે માત્રા સુધી જ સ્થાપિત કરી શકો છો કે જેમાં આવા પ્રતિ દાવાઓ વિવાદરહિત હોય અથવા અંતિમ રીતે અને સંપૂર્ણ રીતે નક્કી કરવામાં આવેલ હોય.
- અમુક શહેરોમાં ટિઅર તમને ફ્રી અનલૉક્સ અથવા ફ્રી મિનિટ્સ (“ફ્રીબિઝ”)ના સ્વરૂપમાં ટિઅરના અમુક વાહનોના ઉપયોગ માટે ફાયદાઓ મેળવવાની તક આપે છે. દરેક કેસમાં ફ્રીબિઝ પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થઇ શકે તેવા વાહનો તમને ટિઅર એપમાં બતાવવામાં આવશે. તમે ફ્રીબિઝ પ્રાપ્ત કરી શકો છો, જો તમે:
a) ફ્રીબિઝ માટે ઉપલબ્ધ હોવા રૂપે ટિઅર એપમાં ચિહ્નિત કરેલા ટિઅર વાહનોનો ઉપયોગ કરો અને
b) સૂચિત ન્યૂનતમ અંતરની મુસાફરી કરો (જો નક્કી કર્યું હોય તો) અથવા ટિઅરના વાહનને નિર્ધારિત ચોક્કસ વિસ્તારમાં પાર્ક કરો.
પ્રાપ્ત કરેલ ફ્રીબિઝને પ્રવાસના અંતે તમારા કસ્ટમર એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને તેનો ઉપયોગ ફક્ત ભવિષ્યની સવારીઓ માટે કરી શકાય છે. ટિઅર એપમાં અન્યથા જણાવ્યું ના હોય ત્યાં સુધી ફ્રીબિઝ બિન-તબદીલપાત્ર છે અને તેની માન્યતા અવધિ પણ ટૂંક સમય પૂરતી જ મર્યાદિત હોય શકે છે. ફ્રીબિઝને વેચી શકાય નહીં અને તેના બદલે રોકડ રકમ ચુકવવામાં આવશે નહીં. ટિઅર કોઇપણ સમયે ફ્રીબિઝ પ્રાપ્ત કરવાની તકમાં ફેરફાર કરી શકે છે અથવા તેને બંધ કરી શકે છે. અગાઉ પ્રાપ્ત કરેલ ફ્રીબિઝ પર આવા કોઇ બદલાવની અસર થશે નહીં.
10. નિયુક્તિ કે હસ્તાંતરણ
TIER તેના તમારી સાથેના કરાર હેઠળના તેના દાવાઓને ત્રીજા પક્ષમાં હસ્તાંતરિત કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે, ખાસ કરીને દેવાના એકત્રીકરણનાં હેતુ માટે. આવા કોઇપણ હસ્તાંતરણ અંગે તમને સમયસર રીતે સુચના આપવામાં આવશે. આવા કોઇપણ હસ્તાંતરણનાં કિસ્સામાં, ફક્ત હક્કદાર વ્યક્તિને જ તમારા દેવાની મુક્તિ માટે ચૂકવણીઓ કરવાનું તમારા માટે આવશ્યક બનશે, પરંતુ તમારી સાથેના તેના કરાર હેઠળ TIER સામાન્ય ગ્રાહક પૂછપરછો, ફરિયાદો વગેરે માટે જવાબદાર રહેશે.
11. વાહન ચલાવવાની મંજૂરી
- તમને વાહનની સવારી કરવાની ફક્ત તો જ મંજૂરી આપવામાં આવશે જો :
- ઇબાઈકસના કિસ્સામાં તમારી ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષની છે;
- ઈસ્કૂટર્સના કિસ્સામાં તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની છે;
- (ફક્ત ઈસ્કૂટર્સના કિસ્સામાં જ) તમે યુકેમાં વાહન ચલાવવા માટે જે માન્ય હોય તેવું એક ડ્રાઈવિંગ લાઈસંસ ધરાવતા હોવ અથવા એક યુકેનું પ્રોવિઝનલ ડ્રાઈવિંગ લાઈસંસ ધરાવતા હોવ;
- ઈસ્કૂટર્સ માટે કોઈપણ ભાડાના કરાર કરતા પહેલા TIER એપ મારફત આઈડી નાવ વડે તમે તમારી ઓળખ અને ડ્રાઈવિંગ લાઈસન્સની ખરાઈ કરાવેલ હોય; અને
- તમે TIER પાસે એક સક્રિય યુઝર એકાઉન્ટ ધરાવતા હોવ.
- તમે પદયાત્રી કે વાહન સંબંધિત ટ્રાફિકને જોખમમાં મૂક્યા વિના અને લાગુ ટ્રાફિકનાં નિયમો અને જાહેર વ્યવસ્થાના નિયમો સાથે અનુરૂપ રહીને વાહન ચલાવવા માટે સક્ષમ હોવા જોઈએ. તમે મોટર બેસાડેલ વાહન ચલાવવામાં અનુભવ કે ન્યૂનત્તમ પાયાના કૌશલ્યો ધરાવતા હોવા જોઈએ અને મોટર વાહનોના સંચાલન અને સલામત ઉપયોગથી માહિતગાર હોવા જોઈએ.
12. તમારી જવાબદારીઓ
- તમારે યોગ્ય સંભાળ અને ધ્યાન સાથે વાહનોને સાચવવા જોઈએ, લાગુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, અને તમારા વાહનોના ઉપયોગ દ્વારા કોઇપણ ત્રીજા પક્ષકારના હક્કો કે કાનૂની હિતોને ભયમાં મૂકવા જોઈએ નહીં.
- તમારે કરવું જોઈએ, ખાસ કરીને:
- મહત્તમ 100 કિગ્રા વજનની સીમાનું પાલન કરવું જોઈએ;
- જો સ્થાનિક નિયમો અને કાયદાઓ તેને ફરજીયાત બનાવે તો હેલ્મેટ પહેરવું જોઈએ;
- ભાડાના સમયગાળા દરમિયાન TIER વાહનને બેધ્યાન રીતે મૂકવું જોઈએ નહીં;
- કોઇપણ ખામીઓ કે નુકશાનીઓની જાણ કરવી જોઈએ ખાસ કરીને જો બળ દ્વારા કે એક અકસ્માત દ્વારા સર્જાઈ હોય તો, તે અંગે માહિતગાર બનવા ઉપર અનુચિત વિલંબ વિના TIER ને જાણ કરવી જોઈએ.
- એ સુનિશ્ચિત કરવું જોઈએ, એ માત્રા સુધી કે જ્યાં તમે તેમ કરવા માટે વાજબી રીતે સક્ષમ હોવ, કે વાહન માત્ર તેવી સ્થિતિમાં જ વાપરવામાં આવે કે જે ચલાવવા માટે સલામત હોય અને પદયાત્રી અને વાહન સંબંધિત ટ્રાફિક માટે સલામત હોય;
- એક વાહનને ચલાવવા સમયે લાગુ રસ્તાના ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ઈબાઈક્સનાં કિસ્સામાં, વીજ સંબંધિત મદદ કપાઈ જશે જ્યારે ઈબાઈક 15,5mph (મહત્તમ ઝડપ) અથવા આવી નીચી મહત્તમ ઝડપ કે જે ખાસ ઝોન્સમાં અથવા ચોક્કસ અખતરાઓનાં હેતુઓ માટે સ્પષ્ટ કરવામાં આવી શકે છે;
- જ્યારે પણ એક ચેતવણીની લાઈટ દેખાય અથવા સ્ટીયરીંગ હેન્ડલ્સ નજીક આવેલ ડિસપ્લે ઉપર એક એરર સિગ્નલ દર્શાવવામાં આવે તો તુરંત વાહનને અટકાવી દેવું જોઈએ અને સવારી સલામત રીતે ચાલુ રાખી શકાય તેમ છે કે કેમ તે શોધી કાઢવા માટે TIER નો સંપર્ક કરવો જોઈએ; અને
- ફકરા 8 સાથે અનુરૂપ બને તે રીતે વાહનને યોગ્ય રીતે પાર્ક કરવું જોઈએ.
- તમે:
- તમારી વાહન ચલાવવાની ક્ષમતાને બગાડી શકે તેમ હોય તેવા આલ્કોહોલ કે નશીલા પદાર્થો કે દવાઓના પ્રભાવ હેઠળ વાહન ચલાવી શકો નહી (આલ્કોહોલ ઉપર એક કડક મનાઈ લાગુ પડે છે -0.0‰ લોહીમાં આલ્કોહોલના રીડીંગ);
- મુખ્ય રસ્તા સિવાય વાહન ચલાવવા માટે, કે કોઇપણ પ્રકારની મોટર-સ્પોર્ટીંગ કે રેસ સ્પર્ધાઓ માટે વાહનનો ઉપયોગ કરી શકો નહીં.
- રસ્તાથી દૂર વાહન ચલાવવા, મોટર સ્પોર્ટીંગ પ્રસંગો કે કોઇપણ પ્રકારની રેસ માટે વાહનનો ઉપયોગ કરી શકો નહીં;
- તેમના લક્ષણો, પરિમાણો, સ્વરૂપ કે વજનના લીધે જે વસ્તુઓ કે સામગ્રીઓ સવારીની સુરક્ષાને ભયમાં મૂકે કે વાહનને નુકશાન કરે તેમના પરિવહન માટે એક વાહનનો ઉપયોગ કરી શકો નહીં;
- એક અથવા વધુ અન્ય વ્યક્તિઓ સાથે એક વાહનનો ઉપયોગ કરી શકો નહીં;
- ગુનાહિત અપરાધો કરવા માટે એક વાહનનો ઉપયોગ કરી શકો નહીં; અથવા
- આપખુદ રીતે એક વાહન ઉપર કોઇપણ જાતની મરામતો કે રૂપાંતરણો કરી શકો નહીં અથવા ત્રીજા પક્ષકાર પાસે આવું કરાવી શકો નહીં.
- પર્યાવરણ પ્રત્યેના માનમાંથી, સામાન્ય જનતા અને તમારા સાથી TIER ગ્રાહકો, તમે એવી રીતે વાહન ચલાવવા પ્રયાસ કરશો કે જે વ્યવસ્થિત, જૈવપર્યાવરણીય રીતે અનુકૂળ હોય અને વીજળીનો બગાળ કરનાર ના હોય.
13. અકસ્માતોના કિસ્સામાં શું કરવું
- એક વાહનને સમાવતા કોઇપણ અકસ્માતની તમારે અનુચિત વિલંબ વગર TIER ને જાણ કરવી જોઈએ.
- એક અકસ્માત બાદ, તમારે અનુચિત વિલંબ વગર પોલીસને જાણ કરવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પોલીસ સત્તાવાર રીતે અકસ્માતની નોંધ કરે. જો પોલીસ ઘટનાની નોંધ કરવા ઇનકાર કરે અથવા જો આવું કોઈં કારણોસર અશક્ય હોય તો, ત્યારે તમારે અનુચિત વિલંબ વિના આ હકીકતની TIERને જાણ કરવી જોઈએ અને આગળ કેવી રીતે વધવું તે અંગે TIER સાથે સંકલન કરવું જોઈએ. આ બાબત તમે તમારી જાતે અકસ્માત સર્જ્યો હોય અથવા તે ત્રીજા પક્ષકારે સર્જ્યો હોય તેના ઉપર ધ્યાન આપ્યા વિના લાગુ પડે છે. તમે અકસ્માતનાં સ્થળને છોડી શકતા નથી;
- જ્યાં સુધી પોલીસે અકસ્માતની નોંધ કરવાનું કામ પૂર્ણ કર્યું હોય નહીં (અથવા, જ્યાં પોલીસ અકસ્માતને નોંધી શકે નહીં ત્યાં, તમે જ્યા સુધી TIER ને જાણ કરી હોય નહીં અને TIERની ઉચિત સૂચનાઓનું પાલન કર્યું હોય નહીં ત્યાં સુધી); અને
- જ્યાં સુધી પુરાવાને સુરક્ષિત રાખવા કે નુકશાનને ઘટાડવા માટેના કોઇપણ પગલાઓ કે જેની TIER સાથે ગોઠવણી કરવામાં આવેલ હોય તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવેલ હોય નહીં ત્યાં સુધી.
- તમારા દ્વારા ચલાવવામાં આવતા એક વાહનને સમાવતા એક અકસ્માતના કિસ્સામાં, તમારે કોઇપણ જવાબદારી ધારણ કરવી જોઈએ નહીં કે કોઇપણ સાપેક્ષ કબૂલાત કરવી જોઈએ નહીં. જો આ પ્રતિબંધ છતા પણ તમે જવાબદારી ધારણ કરો કે સ્વીકારો તો ત્યારે તે બાબત સંપૂર્ણ રીતે તમારી વિરુદ્ધ લાગુ પડશે અને TIER કે તેના વીમા દાતા આવા સ્વીકાર કે ધારણા દ્વારા બંધાયેલા રહેશે નહીં.
- તમે તમારી જાતે અક્સમાત સર્જ્યો હતો કે તે એક ત્રીજા પક્ષકાર દ્વારા સર્જવામાં આવ્યો હતો તેને લક્ષ્યમાં લીધા વિના, TIER તમને એક ફોર્મ આપશે કે જેના ઉપર કોઇપણ ઈજા અને/અથવા નુકશાનીની જાણ કરવાની છે. આ ફોર્મ સમ્પૂર્ણ રીતે ભરવું જોઈએ અને તમારા દ્વારા પ્રાપ્ત કરાયાના સાત દિવસોની અંદર TIER ને પરત કરવું જોઈએ, આ ડેડલાઈનને પૂર્ણ કરવાની બાબતમાં TIER ને ફોર્મની રવાનગીનો સમય નિર્ણાયક હોવાથી. જો ડેડલાઈન અગાઉ નુકશાનીની જાણ કરતું ફોર્મ TIER ને મોકલવામાં ના આવે તો, આનો અર્થ એવો થઇ શકે કે વીમાદાતા પ્રક્રિયા કરશે નહીં – અને સંભવિત રીતે – અકસ્માતના દાવાની પતાવટ કરશે નહીં. જો તમે તેને પરત કરવાની ડેડલાઈન ચુકી ગયા હોવાથી વીમાદાતા અકસ્માતના દાવાની પતાવટ કરવા માટે સંપૂર્ણ રીતે ઇનકાર કરે તો, ત્યારે પરિણામ સ્વરૂપે TIER સામે કરાયેલા કોઇપણ દાવા માટે TIER તમારી વિરુદ્ધ રજૂઆત કરશે.
- તમે અકસ્માત અંગે, ખાસ કરીને તે જ્યાં બન્યો હતો તેના વિશેની સત્ય માહિતી આપવા માટે તમે બંધાયેલા છો.
14. વીમો
- TIER ઈસ્કૂટર્સ યુનાઈટેડ કિંગડમમાં ત્રીજા પક્ષકારના વીમા દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે.
- TIER ની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના ત્રીજા પક્ષકારની જવાબદારીના વીમા દ્વારા રક્ષિત કરાયેલ કોઇપણ નુકશાનીનો સ્વીકાર કરવા કે પતાવટ કરવા માટે તમને મનાઈ કરવામાં આવે છે.
15. TIERની જવાબદારી
- TIER દ્વારા સર્જાયેલ કોઇપણ અનુમાનિત હાનિ અને નુકશાન માટે TIER તમને જવાબદાર છે. જો TIER આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય કે જેમાં તમે ભોગવો તેવી હાનિ કે નુકશાન માટે તે જવાબદાર હોય અને જે તે ખામીનું અનુમાનિત પરિણામ હોય અથવા યોગ્ય સંભાળ અને કૌશલ્યનો ઉપયોગ કરવામાં TIER ની નિષ્ફળતાનું પરિણામ હોય તો. હાનિ કે નુકશાન અનુમાનિત હોય છે જો તે કા તો સ્પષ્ટ હોય કે તે બનશે અથવા જો તે યોગ્ય રીતે બંને પક્ષકારો દ્વારા અનુમાનિત હતી કે જ્યારે કરાર કરવામાં આવ્યો હતો.
- TIERની તમારી પ્રત્યે કોઈ જવાબદારી નથી:
- પક્ષકારો માટે કરાર કરતા સમયે અથવા જ્યારે તમે વાહન ભાડે કરો છો ત્યારે એ નુકસાનોનો પૂર્વાભાસ ન હતો;
- આ નિયમો અથવા TIERના વાજબી નિયંત્રણની બહારની કોઈપણ ઘટનાનું પાલન કરવામાં તમારી નિષ્ફળતાના પરિણામ સ્વરૂપે તમે જે હાનિ અને/ થવા નુકસાન સહન કર્યું છે; અથવા
- જો તમે કોઈ વાણિજ્યિક અથવા વ્યવસાયિક હેતુ માટે TIERની સેવાઓનો ઉપયોગ કરો છો તો કોઈપણ નફામાં નુકસાન, ધંધાનું નુકસાન, વ્યવસાયમાં વિક્ષેપ અથવા વ્યવસાયની ખોટ માટે.
- જો તમે કોઇપણ વ્યાપારી કે ધંધાદારી હેતુ માટે TIERની સેવાઓનો ઉપયોગ કરશો તો, કોઇપણ ખોટ કે નફા, ધંધાની ખોટ, ધંધાના અવરોધ કે ધંધાકીય તકની નુકશાની માટેTIER તમારા પ્રત્યે કોઈ જવાબદારી ધરાવશે નહીં.
16. તમારી જવાબદારી
- તમે એવી કોઇપણ નુકશાનીઓ માટે TIER ને જવાબદાર રહેશો કે જેના માટે માટે તમે જવાબદાર હોવ. આમાં ખાસ કરીને, કોઇપણ ચોરી, નુકશાની કે TIERનાં વાહનની ખોવાઈ જવાની ઘટના કે જેના માટે તમે જવાબદાર હોવ તેનો સમાવેશ થાય છે. TIER કોઇપણ ત્રીજા પક્ષકારના કાયદેસરના દાવાની બાબતમાં તમારા દ્વારા નુકશાન ભરપાઈ કરી આપવા માટેનો અધિકાર ધરાવે છે (જેમાં કાયદેસરના ખર્ચાઓનો સમાવેશ થાય છે), જ્યાં સુધી તમે તમારા પોતાના વ્યક્તિગત વીમા દ્વારા રક્ષિત ના હોવ ત્યાં સુધી.
- તમે રસ્તાના ટ્રાફિકના તમામ ઉલ્લંઘનો, જાહેર વ્યવસ્થાના નિયમનો અને અન્ય ધારાકીય જોગવાઈઓ કે જેના માટે એક વાહનના તમારા ઉપયોગના સંબંધમાં તમે જવાબદાર હોવ તેના માટે તમે જવાબદાર છો. તમે કોઇપણ પરિણામી દંડો, ફીસ અને ખર્ચાઓ માટે જવાબદાર છો અને તમારે કોઇપણ પરિણામી ત્રીજા પક્ષકારના દાવાઓનાં સંબંધમાં TIER ને રક્ષણ પૂરું પાડવું જોઈએ. શંકાના નિવારણ માટે, તમે જવાબદાર રહેશો નહીં જો અને તે માત્રા સુધી કે જેમાં આવા કોઇપણ દંડો, ફીસ, ખર્ચાઓ કે દાવાઓ એક વાહન કે જે ખામીવાળું હોય તેવી આ વાહનની શરતોને અનુરૂપ તમારા ઉપયોગમાંથી પરીણમે તો.
- તમે તે માત્રા સુધી જવાબદાર રહેશો નહીં કે જેમાં એક વીમા દાતા નુકશાનીનું વળતર આપે અને TIER સામે કોઈ જ વસૂલી હક લેવામાં આવે નહીં.
- એક વાહનના નુકશાનની બાબતમાં TIER અને તમારી વચ્ચે સહમતી સધાયેલ જવાબદારીની કોઈ જ મર્યાદા લાગુ પડશે નહીં જો તમે નુકશાન જાણીબૂઝીને કર્યું હોય તો.
17. ટૂંક સમય માટે યુઝર એકાઉન્ટસમાં એક્સેસને નિષ્ક્રિય બનાવવો અને ઉપયોગમાંથી નિષેધ
- TIER તમારા યુઝર એકાઉન્ટનાં તમારા એક્સેસને ટૂંક સમય માટે નિષ્ક્રિય કરી શકે છે જો:
- કરાર સંબંધિત કામગીરી માટે જરૂરી માહિતી યુઝર એકાઉન્ટમાં ખોટી રીતે પૂરી પાડવામાં આવેલી હોય તો;
- આવી ચૂકની નોટીસ મેળવી હોવા છતાં પણ તમે કોઇપણ નજીવી રકમથી વધુ હોય તેવી રકમની ચુકવણીઓ કરવામાં કસૂર કરો તો;
- અન્ય કરાર સંબંધિત ઉલ્લંઘનો બને છે કે જેના માટે તમે જવાબદાર હોવ છો; અથવા
- તમે તે અંગત મોબાઈલ ફોન ખોઈ નાખો કે જે તમારા યુઝર એકાઉન્ટ સાથે જોડાયેલ છે, અથવા જો તે તમારી પાસેથી ચોરાઈ જાય અથવા તે અન્ય રીતે તમારા યુઝર એકાઉન્ટનો અનઅધિકૃત ઉપયોગ કરવાનું ત્રીજા પક્ષકારો માટે સંભવ બને તો.
- એક વાર સ્થગિતતાનાં કારણનું નિવારણ આવી ગયા બાદ TIER અનુચિત વિલંબ વિના તમારા યુઝર એકાઉન્ટને અનબ્લોક કરશે.
- TIER તમારા વાહનોના આગળના ઉપયોગને અટકાવી શકે છે જો તમે સતત રીતે આ નિયમોનો ભંગ કરો અને જો તમે TIER આવું પગલું લે તે પહેલા એક ચેતવણીના પગલાની પ્રતિક્રિયા આપવામાં નિષ્ફળ ગયા હો તો.
18. યુઝર કરારનો સમયગાળો અને સમાપ્તિ
- યુઝર કરાર એક અનિશ્ચિત સમયગાળા માટે કરવામાં આવે છે અને કોઇપણ કેલેન્ડર મહિનાનાં અંત અગાઉ બે સપ્તાહનો એક નોટીસ સમયગાળો આપીને લેખિતમાં કરારમાં રહેલ દરેક પક્ષકાર દ્વારા તેનો અંત કરી શકાય છે.
- દરેક પક્ષકાર તત્કાલ અસરથી કારણસર સમાપ્તિ કરી શકે છે. TIER તત્કાલ અસરથી યુઝર કરારને સમાપ્ત કરવાનો અધિકાર ધરાવશે જો:
- TIER દ્વારા તમને આવી ચૂકોની જાણ કરવામાં આવેલ હોય તેમ છતાં, તમે TIER ને દેવાપાત્ર ચૂકવણીઓ કરવામાં સતત રીતે કસૂર કરો તો;
- નોંધણીની પ્રક્રિયા દરમિયાન અથવા TIER સાથેના તમારા કરાર સંબંધિત સંબંધ દરમિયાન તમે ખોટી માહિતી પૂરી પાડો અથવા હકીકત સંબંધિત સંજોગોને એવી રીતે છુપાવો કે કરાર સંબંધિત સંબંધને ચાલુ રાખવાની અપેક્ષા રાખવાનું TIER માટે અનુચિત બને તેમ હોય તો;
- પગલાં પહેલા ચેતવણીનો એક પત્ર મોકલ્યો હોય તેમ છતાં પણ, તમે આ નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવાથી દૂર રહેવામાં નિષ્ફળ જાઓ, અથવા આવા ઉલ્લંઘનોનાં કોઇપણ મોજુદ પરિણામો સુધારવા માટે યોગ્ય સમયની અંદર નિષ્ફળ જાઓ તો;
- તમે આલ્કોહોલ અથવા નશીલા પદાર્થોના પ્રવાહ હેઠળ એક વાહનને ચલાવો તો;
- તમે કોઇપણ બીજી વ્યક્તિ સમક્ષ તમારા TIER યુઝર એકાઉન્ટ માટેના લોગ ઇન ડેટાને જાહેર કરો તો;
- તમે TIER એપને વાંચવા, નકલ કરવા કે તેમાં ઘાલમેલ કરવાની કોશિશ કરો તો.
19. વ્યક્તિગત ડેટા
- જ્યાં સુધી ઉપયોગના કરાર હેઠળ TIER નાં અધિકારો અને જવાબદારીઓ બજાવવા માટે આવી માહિતી જરૂરી હોય ત્યાં સુધી તમારી સાથે સંબંધિત અંગત ડેટાને TIER એકત્ર કરશે અને તેના ઉપર પ્રક્રિયા કરશે. જ્યારે તમારા વ્યક્તિગત ડેટા ઉપર પ્રક્રિયા કરવામાં આવે ત્યારે, TIER લાગુ કાનૂની જોગવાઈઓનું પાલન કરશે, ખાસ કરીને EU જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન – યુરોપિયન યુનિયનનાં ડેટા સુરક્ષાના નિયમ (GDPR)નું.
- તમારી સાથે સંબંધિત વ્યક્તિગત માહિતીના એકત્રીકરણ, સંગ્રહ, અને પ્રક્રિયાનાં વ્યાપ ઉપર વિશેષ વિગતો અને માહિતી માટે, અહી ઉપલબ્ધ TIER ની ગુપ્તતાની નોટીસને જોવા વિનંતી: https://about.tier.app/privacy...;