Back to countries

Select country

Select Page

🇬🇧United Kingdom

Last updated: 2.20.2024

Data Protection Declaration (GUJ)

ડેટા સંરક્ષણનું જાહેરનામું

1. પરિચય

અમારૂં ડેટા સંરક્ષણનું જાહેરનામું તમને ટિઅર (TIER) દ્વારા તમારા ડેટાના એકત્રિકરણ અને પ્રક્રિયા વિષે માહિતી આપે છે. તે ટિઅર એપ્લિકેશન તેમજ અમારી એપ્લિકેશન અથવા ભાગીદારની એપ્લિકેશનો દ્વારા બૂક કરી શકાય તેવી મોબિલિટીની સેવાઓને લાગુ પડે છે.

GDPRના આર્ટિકલ 26 અનુસાર, ડેટા નિયંત્રક અને સેવા પ્રદાતા:

ટિઅર ઓપરેસન્સ લિમિટેડ (“ટિઅર”, “અમે”), c/o WeWork, 1 Mark Square, London, EC2A 4E (Tier Operations Limited (“TIER”, “We”) ), સંપર્ક support@tier.app અને

ટિઅર મોબિલિટી એસ.ઈ. (“ટિઅર મોબિલિટી જર્મની”), વીવર્ક મારફત, આઇશોહોર્નસ્ટર. 3, 10785 બર્લિન, જર્મની (Tier Mobility SE (“Tier Mobility Germany”), c/o Mindspace, Friedrichstraße 68, 10117 Berlin, Germany), સંપર્ક: support@tier.app છે.

2. અમારી એપ્લિકેશન અને સેવાઓનો ઉપયોગ કરતી વખતે ડેટા એકત્રિકરણ અને પ્રક્રિયા

અમારી એપ્લિકેશનમાં, અમે વપરાશકર્તાઓને અંગત ડેટા પૂરો પાડવા દ્વારા નોંધણી કરવાની તક આપીએ છીએ. ટિઅરની સેવાઓનો ઉપયોગ કરવા માટે નોંધણી કરવી ફરજિયાત છે. ત્રીજા પક્ષના પ્રદાતાઓ દ્વારા પણ અમારી સેવાઓ બૂક કરવી સંભવ છે (નીચે જુઓ).

2.1 નોંધણી

જ્યારે તમે ટિઅરમાં નોંધણી કરો ત્યારે, એક ગ્રાહક એકાઉન્ટ તૈયાર કરવા માટે અમને તમારા તરફથી નીચેની માહિતીની જરૂર પડે છે:

તમારૂં નામ, ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબર;

તમારા દેશ, તમારા વપરાશ અને ઉપલબ્ધ ખાસ સેવાઓના આધારે; તમારા ડ્રાઇવરના લાઇસન્સ અને ઉંમરના પુરાવા સંબંધી માહિતી;

તમારા ચુકવણી પદ્ધતિ વિષેની માહિતી.

જ્યારે તમે નોંધણી કરો ત્યારે તમે પોતે આ માહિતી અમારી એપ્લિકેશનમાં દાખલ કરો છો. જો સ્વૈચ્છિક રીતે વધારાની કોઇ માહિતી આપવામાં આવે તો, તેને તે અનુસાર ચિહ્નિત કરવામાં આવશે.

અમારી એપ્લિકેશનમાં એકાઉન્ટ તૈયાર કરવા માટે તમે ગુગલ (Google) અથવા ઍપલ (Apple) (“એસ.એસ.ઓ. પ્રદાતા”)માંથી કહેવામાં આવતા “સિંગલ સાઇન ઓન ફંક્શન”નો પણ ઉપયોગ કરી શકો છો. એસ.એસ.ઓ. પ્રદાતા (ઉદા.ત. તમારૂં ગુગલ એકાઉન્ટ) સાથેના તમારા એકાઉન્ટને ત્યારબાદ અમારી એપ્લિકેશન સાથે જોડવામાં આવે છે. તમારા દ્વારા એસ.એસ.ઓ. પ્રદાતા પાસે સંગ્રહિત કરવામાં આવતા માસ્ટર ડેટા (નામ, ઇમેઇલ એડ્રેસ, ફોન નંબર)ને અમે જોઇ શકશું. નોંધણીની પ્રક્રિયા દરમિયાન એસ.એસ.ઓ. પ્રદાતાઓ દ્વારા તમને આ ડેટા હસ્તાંતરણ વિષે માહિતી આપવામાં આવે છે, તમે સ્પષ્ટ સંમતિ આપી શકો છો અથવા તો તેને નકારી શકો છો. કૃપા કરીને નોંધ કરશો કે એકાઉન્ટો જોડવા દ્વારા એસ.એસ.ઓ. પ્રદાતાઓને એ બાબતની જાણ હોય છે કે તમે અમારી એપ્લિકેશનમાં લૉગ ઇન કર્યું છે કે કેમ અને ક્યારે કર્યું છે.

વાહનો ભાડે લેવા માટે નોંધણી કરવી અને એક એકાઉન્ટ તૈયાર કરવું એ પૂર્વપેક્ષિત છે. તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(b) છે.

2.2 ટિઅર એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે ડેટા એકત્રિકરણ અને પ્રક્રિયા

જ્યારે તમે આ એપ્લિકેશન અથવા તમારા ઉપકરણનો ઉપયોગ કરો ત્યારે, તમારા વર્તમાન IP એડ્રેસ અને તમારા ઉપકરણ વિષેની માહિતી (ઉદા.ત. ઉપયોગ કરેલી ઑપરેટિંગ સિસ્ટમ, સંસ્કરણ, ભાષા, ઉપકરણનો પ્રકાર/બ્રાન્ડ/મોલડલ) તેમજ ઍક્સેસ કર્યાની તારીખ અને સમય અને પાછી મેળવેલી માહિતી અથવા ડેટાને આપમેળે અમારા સર્વરો (“ઍક્સેસ ડેટા”) પર મોકલવામાં આવે છે. આ માહિતી ટેક્નિકલ રીતે જરૂરી હોય છે અને જ્યારે તમે અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરો ત્યારે અમે તેને આપમેળે એકત્રિત કરીએ છીએ.

આ ડેટા પ્રક્રિયા એપ્લિકેશનના કાર્યો અને અમારી સેવાઓ પૂરી પાડતી હોય, તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(b) છે. તે ઉપરાંત, નિરંતર કાર્ય અને સુરક્ષા પૂરી પાડવાના તેમજ એપ્લિકેશન અને અમારી સેવાઓના આગળના વિકાસના અમારા કાયદેસરના હિતના આધાર પર GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર ડેટા પ્રક્રિયા કરવામાં આવે છે.

2.2.1 એપ્લિકેશન સંબંધી પરવાનગીઓ

અમારી સેવાઓના ઉપયોગ માટે, અમારે તમારા ઉપકરણના કેટલાક ફંક્શનોને ઍક્સેસ કરવાની જરૂર પડે છે (કથિત “પરવાનગીઓ”). તમારી ઑપરેટિંગ સિસ્ટમના આધારે, તમારા દ્વારા સ્પષ્ટ રીતે પરવાનગી આપવામાં આવવી જોઇએ અથવા દરેક કેસમાં તમે તેને પાછી ખેંચી શકો છો. અમારા દ્વારા અધિકૃતતાના ભાગ રૂપે ઍક્સેસ કરવામાં આવતા કોઇપણ ડેટાનો ઉપયોગ ફક્ત આ ડેટા સંરક્ષણના જાહેરનામાંમાં જણાવેલા ઉદ્દેશો માટે જ કરવામાં આવશે.

કૅમેરા – ભાડે આપતા પહેલા વાહન પરના QR કોડને સ્કૅન કરવા માટે તમારા કૅમેરાના ફંક્શનને ઍક્સેસ કરવું જરૂરી છે. તમારા ડ્રાઇવરના લાઇસન્સ અને ઓળખની ખરાઇ કરવા માટે પણ કૅમેરાની જરૂર પડે છે (નીચે જુઓ). તે ઉપરાંત, અમુક શહેરોમાં અમે સ્થળની ચોક્સાઇમાં સુધારો કરવા માટે અને યોગ્ય પાર્કિંગ મેળવવામાં મદદરૂપ થવા વિઝ્યુઅલ રીતે સ્થળ શોધવાની સેવા પણ આપીએ છીએ. આ ઉદ્દેશ માટે, અમે અન્ય સેવાઓની સાથે-સાથે ફેન્ટાઝ્મો સ્ટુડિયોઝ, ઇન્ક. 340 એસ. લેમન અવેન્યૂ 7650, વૉલનટ, સી.એ. 91789, યુ.એસ.એ. (Fantasmo Studios, Inc.340 S Lemon Ave 7650, Walnut, CA 91789, USA)ની સેવાઓનો ઉપયોગ કરીએ છીએ.

સ્થળ – તમારી આસપાસ કોઇ વાહનો છે કે કેમ અને ત્યાં કેવી રીતે પહોંચવું તે બતાવવા માટે અમને તમારા સ્થળ વિષેની માહિતીની જરૂર પડે છે. તે ઉપરાંત, અમારી સેવાઓમાં સુધારો કરવા અને તેને તમારા માટે વ્યક્તિગત બનાવવા માટે જ્યારે તમે એપ્લિકેશનનો ઉપયોગ કરો અથવા કોઇ વાહન ભાડે લો ત્યારે અમે તમારી સ્થળ સંબંધી માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ.

આ ડેટા પ્રક્રિયા એપ્લિકેશનના કાર્યો અને અમારી સેવાઓ પૂરી પાડતી હોય, તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(b) છે.

2.2.2 ટિઅર એપ્લિકેશનનું વિશ્લેષણ અને આગળનો વિકાસ

અમારી સેવાને નિરંતર રીતે શ્રેષ્ઠ બનાવતા રહેવા માટે, અમે એ સમજવા માંગીએ છીએ કે વપરાશકર્તાઓ અમારી એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરે છે. આ ઉદ્દશે માટે, અમે આ ટેક્નિકલ ડેટા પણ એકત્રિત કરીએ છીએ અને તેના પર પ્રક્રિયા કરીએ છીએ: ઉપકરણ સંબંધી માહિતી (ઉદા. ત. ઉપકરણ, ઑપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશનના સંસ્કરણની માહિતી, ભાષા, સમયનો પ્રદેશ), તમે ટિઅર એપ્લિકેશન ખોલો તેનો સમય, એપ્લિકેશનમાંનું તમારૂં આચરણ (ઉદા. ત. વાહનો અથવા બૂકિંગ પસંદ કરવા), ઉપયોગ કર્યાની અવધિ અથવા ચોક્કસ કાર્યો પાછળ વિતાવેલો સમય અને તમારા ઉપકરણનું સ્થળ.

તે ઉપરાંત, ઉપકરણના પ્રકાર, ઉપકરણની ID, OSના સંસ્કરણ, ક્રૅશ થવા સમયે એપ્લિકેશનની સ્થિતિ, ક્રૅશની નિશાની, એપ્લિકેશન ક્રૅશ થાય ત્યારે એપ્લિકેશનનો આંતરિક ટેક્નિકલ લૉગ ડેટા જેવી નિદાન સંબંધી માહિતી પ્રાપ્ત કરવા માટે અમે એક સેવાનો ઉપયોગ કરીએ છીએ. આ માહિતીમાં સીધો ઓળખી શકાય તેવો કોઇ અંગત ડેટા સમાવિષ્ટ હોતો નથી. અમે તેનો ઉપયોગ એરરના વિશ્લેષણ માટે કરીએ છીએ અને એ રીતે સ્થિરતા અને વિશ્વસનીયતામાં સુધારો કરીએ છીએ.

ક્રૅશ રિપૉર્ટ માટે અમે ગુગલ આયર્લેન્ડ લિ, ગુગલ બિલ્ડિંગ ગોર્ડન હાઉસ, બેરો સ્ટ્રીટ, ડબલિન 4, આર્યલેન્ડ (“ગુગલ”) (Google Ireland Ltd, Google Building Gordon House, Barrow Street, Dublin 4, Ireland (“Google”))ની એક સેવા "ફાયરબેઝ (Firebase)"નો ઉપયોગ કરીએ છીએ. અમે ગુગલ સાથે એક ડેટા પ્રક્રિયા સંબંધી કરાર કર્યો છે. અમુક કેસમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાંના ગુગલ સર્વર પર ડેટા પ્રક્રિયા કરવામાં આવે છે. અંગત ડેટાને યુ.એસ. અથવા અન્ય કોઇ ત્રીજા દેશોમાં ટ્રાન્સફર કરવાના કેસમાં, GDPRના આર્ટિકલ 46(2)(c) અનુસાર અમે ગુગલ સાથે કરાર આધારિત પ્રમાણભૂત જોગવાઇઓ કરી છે. આ સેવાઓ સંબંધી વધુ માહિતી અહી મેળવી શકાય છે: https://policies.google.com/te...

અમારી એપ્લિકેશન ગુગલ દ્વારા પૂરી પાડવામાં આવતી એક વિશ્લેષણ સેવા ગુગલ એનાલિટિક્સનો ઉપયોગ કરે છે. તેમ કરતી વખતે, અમારી એપ્લિકેસનમાંના તમારા વપરાશના આચરણનું અમે વિશ્લેષણ કરીએ છીએ, જેથી તેના આધાર પર અમે અમારી એપ્લિકેશન અને અમારી ઑફરોમાં સુધારો કરી શકીએ.

ગુગલ એનાલિટિક્સ માટે અમે નીચે મુજબના ગોપનીયતા સેટિંગ્સ પસંદ કર્યા છે:

- IP અનામીકરણ (વિશ્લેષણ પહેલા IP એડ્રેસને ટૂંકાવવું, જેથી તમારી ઓળખ વિષે કોઇ નિષ્કર્ષો કાઢી શકાય નહીં);

- જૂનાં લૉગને આપમેળે ડિલિટ કરવા / સંગ્રહ અવધિની મર્યાદા;

- નિષ્ક્રિય કરેલ જાહેરાત ફંક્શન (GA ઑડિયન્સ દ્વારા રીમાર્કેટિંગ કરતા લક્ષિત ગ્રુપ સહિત);

- નિષ્ક્રિય કરેલ વ્યક્તિગત જાહેરાતો;

- નિષ્ક્રિય કરેલ માપન પ્રોટોકોલ;

- નિષ્ક્રિય કરેલ ક્રોસ-પેજ ટ્રેકિંગ (ગુગલ સિગ્નલ્સ);

- નિષ્ક્રિય કરેલ ડેટા શેરિંગ, ગુગલના અન્ય કોઇ ઉત્પાદનો અને સેવાઓ સાથે.

ગુગલ એનાલિટિક્સ દ્વારા નીચેના ડેટા પર પ્રક્રિયા કરવામાં આવે છે:

- અનામી IP એડ્રેસ;

- ઉપયોગ કરેલા ફંક્શનો અથવા જોયેલા પેજ (તારીખ, સમય, ફંક્શન/URL, વિતાવેલો સમય);

- જો લાગુ પડે તો, ટેક્નિકલ માહિતી જેમાં ઑપરેટિંગ સિસ્ટમ, સંસ્કરણ અને ભાષા; ઉપકરણ પ્રકાર, બ્રાન્ડ, મોડલ સમાવિષ્ટ છે;

- મોબાઇલ એડ્વર્ટાઇઝિંગ ID (આ ઉપયોગને તમે તમારા ઉપકરણના સેટિંગ્સમાંથી પ્રતિબંધિત કરી શકો છો; એન્ડ્રોઇડ માટે સેટિંગ્સ/ગુગલ/એડ્વર્ટાઇઝિંગ/રિસેટ એડ આઇ.ડી. (Settings/Google/Advertising/Reset Ad ID) હેઠળ, iOS માટે સેટિંગ્સ/પ્રાઇવસી/એડ્વર્ટાઇઝિંગ/નો એડ ટ્રેકિંગ (Settings/Privacy/Advertising/No Ad Tracking) હેઠળ;

- અંદાજિત સ્થળ (અનામી IP એડ્રેસના આધારે દેશ અને લાગુ પડે તો, શહેર).

એડ્વર્ટાઇઝિંગ ID સાથે જોડાયેલા અંગત ડેટાને 14 મહિના પછી ગુગલ એનાલિટિક્સ દ્વારા આપમેળે ડિલિટ કરી દેવામાં આવે છે. અમે ગુગલ સાથે ડેટા પ્રક્રિયાનો કરાર કર્યો છે. અમુક કેસમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાંના ગુગલ સર્વર પર ડેટા પ્રક્રિયા કરવામાં આવે છે. અંગત ડેટાને યુ.એસ. અથવા અન્ય કોઇ ત્રીજા દેશોમાં ટ્રાન્સફર કરવાના કેસમાં, GDPRના આર્ટિકલ 46(2)(c) અનુસાર અમે ગુગલ સાથે કરાર આધારિત પ્રમાણભૂત જોગવાઇઓ કરી છે.

એરરને ઠીક કરવા માટે એપ્લિકેશનમાં તેનું વિશ્લેષણ કરવા અને એપ્લિકેશનને સુધારવા તેમજ એપ્લિકેશન અને અમારી ઑફરોમાં સુધારો કરવા ઉપનામી સ્વરૂપે એપ્લિકેશનના ઉપયોગનું વિશ્લેષણ કરવાના અમારા કાયદેસર હિતના આધાર પર તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(f) છે.

2.2.3 એડ્જસ્ટ (Adjust)

અમારી માર્કેટિંગ સંબંધી પ્રવૃત્તિઓને શ્રેષ્ઠ બનાવવા માટે, અમે એડ્જસ્ટ જી.એમ.બી.એચ., સારબ્રુકર સ્ટ્રીટ 37એ, 10405 બર્લિન, જર્મની (“એડ્જસ્ટ”) (adjust GmbH, Saarbrücker Str. 37A, 10405 Berlin, Germany (“Adjust”)) સેવા પ્રદાતાનો ઉપયોગ કરીએ છીએ. એડ્જસ્ટ દ્વારા એકત્રિત કરવામાં આવતો ડેટા ટિઅર એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિષે, જેના દ્વારા ડાઉનલોડ થઇ હોય તે ઑનલાઇન જાહેરાત ચેનલ વિષે, એપ્લિકેશન ખોલવામાં આવી હોય ત્યારના સમય વિષે, એપ્લિકેશનનો ઉપયોગ કર્યાની અવધિ વિષે અને ઉપયોગ કરવામાં આવેલા એપ્લિકેશનના ફંક્શનો (ઉદા. ત. સફળ લૉગિન અને પૂરી કરેલી મુસાફરીઓ વિષે) વિષેની માહિતી પૂરી પાડે છે. એડ્જસ્ટ વિશ્લેષણ માટે વપરાશકર્તાઓના IP અને Mac એડ્રેસોનો, જેને એકત્રિત કર્યા પછી હેશમાં પરિવર્તિત કરી નાખવામાં આવે છે તેમજ સંબંધિત AppID અને જો ઉપલબ્ધ હોય તો, મોબાઇલ એડ્વર્ટાઇઝિંગ IDનો ઉપયોગ કરે છે. આ ડેટા પર ફક્ત ઉપનામી સ્વરૂપે પ્રક્રિયા કરવામાં આવે છે ઉદા. ત., તેનો ઉપયોગ ચોક્કસ વપરાશકર્તાઓને વ્યક્તિગત કરવા માટે કરવામાં આવતો નથી અથવા તેને કોઇ ચોક્કસ વ્યક્તિને સોંપવામાં આવતો નથી.

આ ડેટાનો ઉપયોગ અમારા માર્કેટિંગના ભાગીદારોને માર્કેટિંગના પગલાંઓ સંબંધી બિલ આપવા, અમારા માર્કેટિંગના પગલાંઓ અને માર્કેટિંગ ચેનલોના પ્રદર્શનના વિશ્લેષણ અને મૂલ્યાંકન માટે અને માર્કેટિંગના પગલાંઓના સંબંધમાં પ્રયત્ન કરેલી છેતરપિંડીને શોધવા માટે કરવામાં આવે છે (ઉદા. ત. “ક્લિક ફ્રોડ”, જેમાં જાહેરાતો પાછળની બિલિંગ સિસ્ટમને ઇરાદાપૂર્વક રીતે તેના પર ક્લિક થયું હોવાનો ઢોંગ કરવા દ્વારા હેરફેર કરવામાં આવે છે). આ ડેટાનો ઉપયોગ પણ એપ્લિકેશનમાં સુધારો કરવા તેમજ એપ્લિકેશન અને અમારી ઑફરોમાં સુધારો કરવા ઉપનામી સ્વરૂપે એપ્લિકેશનના ઉપયોગના વિશ્લેષણ માટે કરવામાં આવે છે. તમે કોઇપણ સમયે એડ્જસ્ટ દ્વારા કરવામાં આવતા ડેટા એકત્રિકરણ સામે અહીં વાંધો ઉઠાવી શકો છો: https://www.adjust.com/forget-....

અમારા ઉપરોક્ત કાયદેસર હિતના આધારે GDPRના આર્ટિકલ 6(1)f અનુસાર આ ડેટા પ્રક્રિયા કરવામાં આવે છે.

2.2.4 ગુગલ મેપ્સ

ટિઅર એપ્લિકેશન ગુગલ દ્વારા પૂરી પાડવામાં આવતી એક સેવા ગુગલ મેપ્સ API એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, તે અમને અમારી એપ્લિકેશન પર તમને ક્રિયાપ્રતિક્રિયાવાળા નકશા બતાવવા દે છે. અમારી માહિતી અને સેવાઓના કાર્ય અને સંપૂર્ણ જોગવાઇ માટે આ એપ્લિકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ગુગલની ઉપયોગની શરતોને અહીં જોઇ શકો છો: https://www.google.com/intl/en.... ગુગલ મેપ્સ/ગુગલ અર્થ માટેની વધારાની ઉપયોગની શરતોને અહીં મેળવી શકાય છે: https://www.google.com/help/te.... ગુગલની ગોપનીયતા નીતિને અહીં મેળવી શકાય છે: https://www.google.com/intl/en.... ઉપલબ્ધ વાહનો બતાવવા ઉપરાંત, ભૌગોલિક સ્થળોને સરનામાંમાં પરિવર્તિત કરવા અને પસંદ કરેલા વાહન સુધી ચાલીને જવા માટેનું અંદાજિત અંતર બતાવવા માટે પણ અમે ગુગલ મેપ્સનો ઉપયોગ કરીએ છીએ.

આ ડેટા પ્રક્રિયા એપ્લિકેશનોના કાર્યો અને અમારી સેવાઓ પૂરી પાડતી હોય, તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)b છે.

2.2.5 નેવિગેશન

અમુક શહેરોમાં, અમે તમને એપ્લિકેશનમાં એકીકૃત કરેલી નેવિગેશન સેવા પૂરી પાડીએ છીએ. આ સેવા માટે, અમે રેલિશ ટેક્નૉલોજિસ લિ, એ212 ધ બિસ્કીટ ફેક્ટરી, 100 ડ્રમ્મોન્ડ રોડ, લંડન, યુનાઇટેડ કિંગ્ડમ (“બીલાઇન”) (Relish Technologies Ltd, A212 The Biscuit Factory, 100 Drummond Road, London, United Kingdom ("Beeline"))ના બીલાઇન નેવિગેશન સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ. તમે નેવિગેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવા માંગો છો કે કેમ એ તમે સ્વૈચ્છિક રીતે નક્કી કરો છો. તમે જ્યારે બીલાઇનનો ઉપયોગ કરો ત્યારે, બીલાઇન તમારા સ્થળ તેમજ તમારી હલનચલન વિષે માહિતી પ્રાપ્ત કરે છે. બીલાઇન દ્વારા કરવામાં આવતી ડેટા પ્રક્રિયા વિષેની વધુ માહિતી અહીંથી મેળવી શકાય છે: https://beeline.co/pages/priva....

આ ડેટા પ્રક્રિયા એપ્લિકેશનોના કાર્યો અને અમારી સેવાઓ પૂરી પાડતી હોય, તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(b) છે.

2.3 ટિઅરનું વાહન ભાડે લેતી વખતેનું ડેટા એકત્રિકરણ અને પ્રક્રિયા

જો તમે કોઇ વાહન ભાડે લો તો, અમે આ એપ્લિકેશન દ્વારા વધારાની માહિતી અને અમારા વાહનો વિષેની માહિતી એકત્રિત કરીએ છીએ અને તેના પર પ્રક્રિયા કરીએ છીએ. આ ડેટા પ્રક્રિયા ભાડાના કરાર તરીકે કાર્ય કરતી હોય, તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(b) છે અને કાયમી કાર્ય અને સુરક્ષા તેમજ એપ્લિકેશન અને અમારી સેવાઓના આગળના વિકાસ સંબંધી અમારા કાયદેસરના હિતનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(f) છે.

2.3.1 અમારી એપ્લિકેશનમાંનું ડેટા એકત્રિકરણ

જ્યારે તમે કોઇ વાહન ભાડેથી લો ત્યારે, અમે ભાડાની શરૂઆત અને અંતમાં અમે તમારા ઉપકરણના સ્થળને રેકોર્ડ કરીએ છીએ. ભાડાના પ્રત્યેક વહેવાર સાથે એક ભાડા કરાર કરવામાં આવતો હોવાથી, અમે તમારા ઉપયોગની અવધિ અને તમે ક્યું વાહન ભાડેથી લીધું છે તેની માહિતી પણ સંગ્રહિત કરીએ છીએ. આ ડેટાનો ઉપયોગ અમે ખાસ કરીને ભાડાનું બિલ બનાવવા માટે કરીએ છીએ.

2.3.2 અમારા વાહનો દ્વારા ડેટા એકત્રિકરણ

અમારા વાહનોમાં કથિત “IoT બોક્સ” અથવા ટેલીમેટિક્સ યુનિટો છે જે નિયમિત રીતે થોડા-થોડા સમયના અંતરાલ પર ડેટા (જેમાં વાહનનું સ્થળ અને નિદાન સંબંધી ડેટા ઉદા. ત. બૅટરીની સ્થિતિ સમાવિષ્ટ છે) મોકલે છે. જે અમને એ જાણવામાં મદદરૂપ થાય છે કે અમારા વાહનો ક્યાં છે અને તે કેટલી ગતિ પર ચાલી રહ્યાં છે. કોઇ વાહન અત્યારે ભાડેથી આપેલ છે કે કેમ તેને ધ્યાનમાં લીધા વિના IoT બોક્સ ડેટા મોકલતા રહે છે.

નીચેના ઉદ્દેશો માટે અમે ખાસ કરીને ભાડેથી આપેલા વાહનોના ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ:

એ નિર્ધારિત કરવા કે કોઇ વાહન સંબંધિત ટિઅરના સંચાલનના વિસ્તારમાં છે કે કેમ અથવા તો ભાડાનો અંત સંચાલનના વિસ્તારની બહાર થશે કે કેમ, કારણ કે તે અમારી સર્વસામાન્ય શરતો અને નિયમોની વિરૂદ્ધ છે. આવા કેસમાં, અમારા વાહનો એક અલાર્મ ફંક્શન ("જીઓફેન્સિંગ")ને સક્રિય કરી શકે છે.

લાંબા સમયના અસાધારણ ઉપયોગના કેસમાં (ખાસ કરીને જો વાહન ચાલતું ના હોય), અમે ભાડાને સમાપ્ત કરી શકીએ છીએ.

અમારી ગ્રાહક સેવા સંબંધી વિનંતિઓ કરવા (ઉદા. ત. બૂકિંગ પૂરું કરી શકાય નહીં, વાહનને શોધી શકાય નહીં, અકસ્માતના કેસમાં સહાય).

અકસ્માત અથવા નુકશાનની સ્થિતિના પુરાવા રૂપે.

બિલિંગના ઉદ્દેશ માટે. અમે તમારા બૂકિંગના ઇતિહાસમાં તમારા પ્રવાસની શરૂઆતના અને અંતિમ સ્થળ તેમજ જો લાગુ પડે તો પાર્કિંગના સ્થળોની નોંધ કરીએ છીએ.

વપરાશકર્તાઓ જ્યાંથી બૂકિંગ કરે અને પ્રવાસ સમાપ્ત કરે તેવા સ્થળોના એકીકૃત આંકડાઓના વિશ્લેષણ દ્વારા અમારી સેવાઓ સુધારવા તેમજ વારંવાર વપરાતા માર્ગો દ્વારા અમે અમારા વાહનોના વિતરણને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ.

2.4 સંપર્ક, સંદેશા-વ્યવહાર અને સોશિયલ મીડિયા દરમિયાન ડેટા એકત્રિકરણ

2.4.1 અમારો સંપર્ક કરવો

જો તમે કોન્ટેક્ટ ફોર્મ, ઇમેઇલ અથવા ટેલીફોન દ્વારા અમારો સંપર્ક કરો તો, તમારી વિનંતીને સંભાળવા અને સંભવતઃ ફોલો-અપ પ્રશ્નો માટે તમારા દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી પર અમે પ્રક્રિયા કરીશું. તમારી સાથે થયેલા સંદેશા-વ્યવહારને જાળવી રાખવાના કાયદેસરના સમયગાળા સુધી સંગ્રહિત કરી રાખવામાં આવશે, પરંતુ તમારૂં ગ્રાહક એકાઉન્ટ બંધ ના થાય ત્યાં સુધી તો જાળવી રાખવામાં આવશે.

GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર તમારૂં અને અમારૂં કાયદેસર હિત એ તમારી વિનંતીઓ પર પ્રક્રિયા કરવાનો કાનૂની આધાર છે.

જો તમે આ બાબતની સ્પષ્ટ સંમતિ આપી હોય તો, અમે આંતરિક તાલીમ અને ગુણવત્તા નિયંત્રણના ઉદ્દેશ માટે અમારી ગ્રાહક સેવા સાથેના તમારા ટેલીફોન કૉલને રેકોર્ડ કરી શકીએ છીએ. આવા રેકોર્ડિંગને અમારા દ્વારા 30 દિવસ પછી આપમેળે ડિલિટ કરી દેવામાં આવે છે. તમને કોઇપણ સમયે તમારી સંમતિની ઘોષણાને પાછી લેવાનો અધિકાર છે. આવા કેસમાં, રેકોર્ડિંગને તુરત જ ડિલિટ કરી દેવામાં આવશે.

GDPRનો આર્ટિકલ 6(1)(a) તેનો કાનૂની આધાર છે.

2.4.2 અમારો તમારી સાથેનો કરાર સંબંધી સંદેશા-વ્યવહાર

તે ઉપરાંત, ઇમેઇલ અને/અથવા પુશ મેસેજ દ્વારા અમે તમને અમારી સેવાઓ, અમારી શરતો અને નિયમો, કિંમતોના બદલાવો અને તેવા બીજા વિષયો વિષે જરૂરી માહિતી મોકલશું. માર્કેટિંગના સંદેશા-વ્યવહારો વિષે વધુ માહિતી નીચે મેળવી શકાય છે.

પુશ મેસેજ પ્રાપ્ત કરવા માટે, તમારા દ્વારા પુષ્ટિ કરવામાં આવવી જોઇએ અથવા અમારી એપ્લિકેશન દ્વારા તમારા ફોન પર પુશ મેસેજ મોકલવા માટેના વિકલ્પને સક્રિય કરવામાં આવવો જોઇએ. તમારી પાસે પુશ મેસેજ પ્રાપ્ત કરવાને કોઇપણ સમયે નિષ્ક્રિય કરવાનો વિકલ્પ હોય છે. આવું iOS અને એન્ડ્રોઇડમાં મેનૂ આઇટમ “નોટિફિકેશન્સ”માં એપ્લિકેશન સંબંધી સેટિંગ્સ હેઠળ કરી શકાય છે.

આ માહિતી કરાર સંબંધ માટે સુસંગત હોય, GDPRનો આર્ટિકલ 6(1)(b) તેનો કાનૂની આધાર છે; અન્યથા, GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર આ માહિતીમાં તમારૂં અને અમારૂં કાયદેસર હિત છે.

2.4.3 સોશિયલ મીડિયા પરની ઉપસ્થિતિ

જો સંબંધિત પ્લેટફોર્મ પર તમારા દ્વારા અમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલોને લગતી અથવા તેની સાથે જોડાયેલી માહિતી (ઉદા. ત. ટિપ્પણીઓ, જાહેર મેસેજ / પોસ્ટિંગ, વિડીયો, છબીઓ, લાઇક) પબ્લિશ કરો તો, તેવા ડેટાને સંબંધિત પ્લેટફોર્મના પ્રદાતા દ્વારા પબ્લિશ કરવામાં આવશે. અમે આ ડેટાનો અન્ય કોઇ ઉદ્દેશ માટે ઉપયોગ કરતા નથી. સંબંધિત પ્લેટફોર્મ પર તમે પબ્લિશ કરેલી માહિતીને અમે અમારી પોતાની પ્રોફાઇલ દ્વારા (ઉદા. ત. "રિટ્વીટ્સ" દ્વારા) શેર કરી શકીએ છીએ, જો સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેવું ફંક્શન આપવામાં આવ્યું હોય તો.

અમે સંભવ હોય અને અમને જરૂરી લાગે ત્યાં સુધી અમારી પોતાની પ્રોફાઇલ પરની માહિતીને ડિલિટ કરવાના અધિકારને આરક્ષિત રાખીએ છીએ. તમારા દ્વારા પબ્લિશ કરવામાં આવેલી માહિતીને સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સામાય પ્રક્રિયાઓ અને નીતિઓ અનુસાર ડિલિટ કરવામાં આવશે.

જો તમે સોશિયલ મીડિયા દ્વારા અમારો સંપર્ક કરો તો, તમારી પૂછપરછના ઉત્તર આપવા માટે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તમારી સાથે સંદેશા-વ્યવહાર કરી શકીએ છીએ. આ સંદર્ભમાં એકત્રિત કરેલા ડેટાને સંગ્રહિત કરી રાખવો જરૂરી ના હોય તો, જ્યા સુધી સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રક્રિયાને ડિલિટ અથવા પ્રતિબંધિત કરવાનું સંભવ હોય ત્યાં સુધી અમે તેને ડિલિટ કરી નાખીએ છીએ અથવા જો કાનૂની જાળવણી સંબંધી જવાબદારીઓ હોય તો પ્રક્રિયાને પ્રતિબંધિત કરીએ છીએ. સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતો સંદેશા-વ્યવહાર સંભવતઃ અસુરક્ષિત હોય છે. આ ડેટા સંરક્ષણ જાહેરનામાંમાં વર્ણવ્યા અનુસારના તમે કોઇપણ સમયે અન્ય કોઇપણ માધ્યમો દ્વારા પણ અમારો સંપર્ક કરી શકો છો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની અમારી પ્રોફાઇલોના સંબંધમાં અમે જાહેરાતના કોઇ વિસ્તૃત વિકલ્પો (ઉદા. ત. અભિરુચિ, આચરણ અથવા સ્થળ આધારિત જાહેરાત)નો ઉપયોગ કરતા નથી. અમે ફક્ત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પૂરા પાડવામાં આવતા એકીકૃત કરેલા અને અનામી વપરાશના આંકડાઓનો જ ઉપયોગ કરીએ છીએ.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા ડેટા પ્રક્રિયાના સંચાલનો દ્વારા એકત્રિત કરવામાં આવતા ડેટા પર અમારૂં કોઇ નિયંત્રણ નથી અથવા તો ડેટા એકત્રિકરણના પૂરા અવકાશ, પ્રક્રિયાના ઉદ્દેશો અથવા સંગ્રહના સમયગાળાથી માહિતગાર નથી. ખાસ કરીને, અનુભવ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રદાતાઓ વપરાશની પ્રોફાઇલો રૂપે તમારા ડેટાને સંગ્રહિત કરે છે અને તેમના પોતાના જાહેરાત, માર્કેટ રિસર્ચ અને તેમના પ્લેટફોર્મને માંગના આધારે ડિઝાઇન કરવાના ઉદ્દેશો માટે તેનો ઉપયોગ કરે છે. જો અમે તેમ કરી શકીએ તો, ઉદા. ત. સેટિંગ્સ અને કન્ફિગરેશન દ્વારા, અમે સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તમારા અંગત ડેટાને ડેટા સંરક્ષણના કાયદા અનુસાર સંભાળવાનું કહેશું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ડેટા પ્રક્રિયા વિષેની વધુ માહિતી સંબંધિત પ્રદાતાઓના ડેટા સંરક્ષણના જાહેરનામાં પરથી મેળવી શકાયે છે.

અમારી સોશિયલ મીડિયા (ઉદા. ત. ફેસબુક, લિન્ડઇન, ટ્વિટર, ટિકટોક પર)ની ઉપસ્થિતિ સંબંધી ડેટા પ્રક્રિયા GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર જનસંપર્ક અને સંદેશા-વ્યવહારના અમારા કાયદેસર હિત પર આધારિત છે.

2.5 પેમેન્ટ પ્રક્રિયા

પેમેન્ટની પ્રક્રિયા માટે, અમે બહારના સેવા પ્રદાતાઓનો ઉપયોગ કરીએ છીએ જેને અમે પેમેન્ટની પ્રક્રિયા માટે જરૂરી એવો ડેટા મોકલીએ છીએ (પહેલું નામ અને અટક, ઇમેઇલ એડ્રેસ, ટેલીફોન નંબર, પ્રવાસ શરૂ અને સમાપ્ત થવાનો સમય, પેમેન્ટ ID, પેમેન્ટ પદ્ધતિ, પેમેન્ટના માધ્યમો વિષેનો કોઇ વધુ ડેટા, ઇન્વોઇસ નંબર, ભાષા, ક્ષેત્ર/પ્રદેશ).

પેમેન્ટ સેવા પ્રદાતાઓ દ્વારા કરવામાં આવતી ડેટા પ્રક્રિયા માટેનો કાનૂની આધાર તેમની પોતાની જવાબદારી હેઠળ છે, કૃપા કરીને સંબંધિત પેમેન્ટ સેવા પ્રદાતાઓની ડેટા સંરક્ષણની નીતિઓનો સંદર્ભ લો:

બ્રેઇનટ્રી, અ પેપલ (યુરોપ) એસ.એ.આર.એલ. એત સી, એસ.લી.એ. કંપની, 22-24 બુલવર્ડ રોયલ, 2449 લક્ષમબર્ગ, લક્ષમબર્ગ (“બ્રેઇનટ્રી”) (Braintree, a PayPal (Europe) S.a r.l. et Cie, S.C.A. company, 22-24 Boulevard Royal, 2449 Luxembourg, Luxembourg ("Braintree")). વધુ માહિતી માટે, કૃપા કરીને બ્રેઇનટ્રીની ગોપનીયતા નીતિ જુઓ (https://www.braintreepayments....).

સ્ટ્રાઇપ પેમેન્ટ્સ યુરોપ લિ, 25/28 નોર્થ વૉલ કી, ડબલિન 1, આર્યલેન્ડ (“સ્ટ્રાઇપ”) (Stripe Payments Europe Ltd, 25/28 North Wall Quay, Dublin 1, Ireland ("Stripe")). વધુ માહિતી માટે, કૃપા કરીને Stripeની ગોપનીયતા નીતિ જુઓ (https://stripe.com/en/privacy).

દેશના આધારે આપવામાં આવતા પેમેન્ટના વિકલ્પો અને સેવા પ્રદાતાઓ અલગ-અલગ હોય શકે છે.

જ્યાં સુધી તમે અમને GDPRના આર્ટિકલ 6(1)(a) અનુસાર તેમ કરવાની તમારી સંમતિ ના આપી હોય ત્યાં સુધી, કરાર પ્રક્રિયાના ભાગ રૂપે પેમેન્ટ સેવા પ્રદાતાઓને ડેટા મોકલવા માટેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(b) છે, કારણ કે ભાડાના કરારની પતાવટ કરવા માટે આ પ્રક્રિયા જરૂરી છે.

2.6 હાનિ અને અકસ્માતો

અમારા વાહનોને હાનિ થવાની અથવા અમારા વાહનો સમાવિષ્ટ હોય તેવા અકસ્માતોની સ્થિતિમાં, અમે ગ્રાહક સંભાળના ઉદ્દેશ, દાવાઓની પતાવટ, પક્રિયા અને નિકાલ, ફરિયાદો પ્રાપ્ત કરવા અને પ્રક્રિયા કરવા, અમારા પોતાના દાવાઓ સુરક્ષિત અને લાગુ કરવા અને તમને અથવા અમને આગળ વધુ હાનિ પહોંચતી રોકવા માટે તમારા ડેટા (માસ્ટર, કરાર અને માર્ગ સંબંધી ડેટા સહિત) પર પ્રક્રિયા કરીશું.

આ સંદર્ભમાં, અમે દાવાઓની પતાવટ માટે આ ડેટાને વીમા કંપનીઓ અને સક્ષમ સત્તાઓને પણ મોકલીશું (ઉદા. ત. વહીવટી ગુના અથવા ફોજદારી કાર્યવાહીઓમાં એક સાક્ષી અથવા આરોપી તરીકેની સુનાવણીઓના સંદર્ભમાં).

તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(b),(c),(f) અને જો અકસ્માતા સંદર્ભમાં આરોગ્ય સંબંધી ડેટાને નિસ્બત હોય તો GDPRનો આર્ટિકલ 9(2)(f) છે. અમારી કંપનીને થતી હાનિ પહોંચતી રોકવા માટે અમારૂં કાયદેસર હિત ખાસ કરીને દાવાઓ અને અકસ્માતોની પતાવટમાં છે.

2.7 ફોજદારી અથવા વહીવટી ગુનાઓ અથવા કરારના ઉલ્લંઘનના કેસમાં ડેટા જાહેર કરવો

ફોજદારી અથવા વહીવટી ગુનાઓની તપાસની બાબતમાં, અમે તપાસ કરતી સક્ષમ સત્તાઓ સામે ડેટા (ઉદા. ત. માસ્ટર ડેટા, માર્ગ/સ્થિતિ સંબંધી ડેટા, સંદેશા-વ્યવહાર અને કરાર સંબંધી ડેટા) જાહેર કરી શકીએ, ઉદા. ત. એક સાક્ષી અથવા આરોપી તરીકેની સુનાવણીઓના સંદર્ભમાં. ખાસ કરીને ટ્રાફિના નિયમો, પાર્કિંગના નિયમો અને તેવા કાયદાઓના ઉલ્લંઘનમાં આવું બની શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઇ વાહન ખોટી રીતે અને આપણી કરાર સંબંધી ગોઠવણો અથવા રોડ ટ્રાફિકના નિયમોથી વિપરિત રીતે પાર્ક કરેલ હોય અને તેના પરિણામે ટિઅરને દંડ અથવા શિક્ષા ફટકારવામાં આવે તો, અમે સંબંધિત સત્તાઓ સાથે વાહનને છેલ્લે કોણે અને ક્યારે ભાડેથી લીધું હતું અને પાર્ક કર્યું હતું તે વિષેનો ડેટા શેર કરી શકીએ છીએ. આ બાબત અકસ્માતો, વધારે ગતિ અને તેના જેવા ગુનાઓના કેસમાં પણ લાગુ પડે છે. જો ઉપરોક્ત કેસોમાં કોઇ ત્રીજો પક્ષ ટિઅર સામે કાયદેસર દાવાઓ માંડે તો, ટિઅર એ દાવેદાર સાથે પણ તમારો ડેટા શેર કરી શકે છે.

જો સંબંધિત સત્તાઓને તમારા પર અમારા વાહનો અથવા સેવાઓ સાથે અથવા સંબંધમાં કોઇ ફોજદારી અથવા વહીવટી ગુનો કર્યો હોવાની શંકા હોય તો, આ સંદર્ભમાં સંબંધિત સત્તાઓ દ્વારા અમને પૂરા પાડવામાં આવેલા ડેટા પર પણ અમે પ્રક્રિયા કરી શકીએ છીએ.

શરણાગતિની વૈધાનિક જવાબદારીના કેસમાં GDPRનો આર્ટિકલ 6(1)(c) કાનૂની આધાર છે; અન્યથા, GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર અમારૂં કાયદેસર હિત અમારી કંપનીને હાનિ પહોંચતી રોકવામાં તેમજ અમારા વાહનોને સુરક્ષિત કરવામાં છે અને અમારા કરાર અને બિન-કરાર સંબંધી અધિકારોનો ઉપયોગ કરવામાં છે.

2.8 અનામી MDS અને GBFS ડેટા શેર કરવો

અમારા વાહનોના વપરાશ વિષેના ડેટાને અમે શહેરો અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ જેવા અમારા ભાગીદારો સાથે મોબિલિટી ડેટા સ્પેસિફિકેશન ડેટા (MDS https://github.com/openmobilit...) અને જનરલ બાઇક ફીડ સ્પેસિફિકેશન ડેટા (GBFS https://github.com/NABSA/gbfs) ફોર્મેટમાં શેર કરીએ છીએ. આ ડેટામાં વપરાશકર્તા સંબંધી કોઇ ડેટા સમાવિષ્ટ હોતો નથી (ખાસ કરીને, ના તો ઇમેઇલ એડ્રેસ, નામ, ટેલીફોન નંબર કે ના તો અન્ય કોઇ વપરાશકર્તા IDઓ અથવા ઓળખકર્તાઓ).

શહેરો અને નગરપાલિકાઓ આવા ડેટાનો ઉપયોગ ટ્રાફિક અને આધારરૂપ વ્યવસ્થાની વધુ સારી યોજના બનાવવા, ટ્રાફિક સુરક્ષાની તપાસમાં અને મજબૂતાઇ વધારવા માટે કરે છે.

આ અંગત ડેટા ના હોવા છતાં, પ્રાપ્તકર્તાઓને આ ડેટાનો ઉપયોગ ફક્ત ઉપરોક્ત ઉદ્દેશો માટે જ કરવાનો અને ડેટાને યોગ્ય રીતે સુરક્ષિત રાખવાનું કહેવું એ અમારી ફરજ છે.

2.9 ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ (DfT) સાથે ડેટા શેર કરવો

અમારે DfT સાથે અંગત ડેટા શેર કરવો જરૂરી છે અને GDPRના આર્ટિકલ 6(1)(e) હેઠળ તેમ કરવું જરૂરી છે ઉદા. ત. જાહેર કાર્ય; ઇ-સ્કૂટરોના ઉપયોગ અને અસરોના મૂલ્યાંકન માટે પૂરતા પુરાવા મેળવવા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટ્રાન્સપોર્ટ (SoS)ને સક્ષમ કરવા માટે DfTને આ ડેટાની જરૂર પડે છે. તેના પરિણામોની જાણકારીનો ઉપયોગ એવા નિયમો વિકસિત કરવામાં આવશે જે ઇ-સ્કૂટરોને એવી રીતે લાગુ પડે કે જે સુરક્ષિત અને ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપે અને ઇક્વોલિટીઝ એક્ટ 2010ના સેક્શન 149 હેઠળ નિર્ધારિત કર્યા મુજબ પબ્લિક સેક્ટર ઇક્વોલિટી ડ્યુટી હેઠળની SoSની જવાબદારીઓને પૂર્ણ કરે.

DfT સાથે શેર કરવામાં આવી શકે તેવો અંગત ડેટા:

વપરાશકર્તા: ટિઅર વપરાશકર્તા ID, પૂરું નામ, ઇમેઇલ એડ્રેસ, ફોન નંબર

વપરાશકર્તાનો પ્રવાસ: વપરાશકર્તા પ્રવાસ ID, પ્રવાસનો સમય અને તારીખ, પ્રવાસનું અંતર અને સમયગાળો, પ્રવાસનો વિસ્તાર

સર્વે: વપરાશકર્તા ID, સર્વેનો સમય અને તારીખ, પ્રશ્નો અને ઉત્તરો

વ્યક્તિઓ સાથે જોડાયેલ ના હોય શકે તેવા અન્ય ઉપનામી ડેટાને પણ શેર કરવામાં આવશે, જેમ કે અમારા વાહનની IDઓ, અમારા વાહનની સ્થિતિઓ અને સ્થળો વિગેરે.

2.10 પશ્ચિમ ઈંગ્લેન્ડ સત્તા સાથે ડેટા શેરિંગ

અમારે પશ્ચિમ ઈંગ્લેન્ડ પ્રદેશમાં કરવામાં આવેલી પ્રવાસો લગતો ડેટા પશ્ચિમ ઈંગ્લેન્ડ સત્તા સાથે શેર કરવો જરૂરી છે અને આર્ટ પર આધાર રાખીને આમ કરવું જોઈએ. ૬(૧)(f) UK GDPR, એટલે કે સત્તાનું કાયદેસરનું હિત. સત્તાને આપવામાં આવેલ ડેટા સીધી રીતે વ્યક્તિઓને ઓળખતો નથી, અને તેનો ઉપયોગ સેવાઓના સંચાલન અને આયોજનના હેતુઓ માટે અને સંશોધન અને વિશ્લેષણ કરવા માટે થાય છે.

2.11 ડ્રાઇવરના લાઇસન્સ અને ઉંમરની તપાસ

તમે ક્યાં અને અમારી કઇ સેવાઓનો ઉપયોગ કરવા માંગો છો તેના આધાર પર, અમારે તમારા ડ્રાઇવરના લાઇસન્સ અને/અથવા ઓળખ તેમજ તમારી ઉંમરની ખરાઇ કરવાની જરૂર પડી શકે છે. આ ઉદ્દેશ માટે, અમે એક આપમેળે ખરાઇ કરવાની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ જે નીચે મુજબ કામ કરે છે:

તમે તમારા સ્માર્ટફોન દ્વારા તમારા ડ્રાઇવરના લાઇસન્સની આગળ અને પાછળની બાજુના ફોટા કાઢો. તે ફોટામાં આ માહિતી સમાવિષ્ટ હોય છે (ફોટો, નામ, જન્મતારીખ, ડ્રાઇવરનો લાઇસન્સ અથવા ID કાર્ડ નંબર, જારી કરનાર દેશ, સમાપ્તિની તારીખ, જારી કર્યાની તારીખ, ડ્રાઇવરના લાઇસન્સના વર્ગ).

ત્યારબાદ ડ્રાઇવરના લાઇસન્સ અથવા ID કાર્ડ પર દર્શાવવામાં આવેલ વ્યક્તિ સંબંધિત વપરાશકર્તાને અનુરૂપ છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે એક ઓળખ તપાસ કરવામાં આવે છે. આ ઉદ્દેશ માટે, તમે તમારા ચહેરાના ચિત્રો (કથિત “વિડીયો સેલ્ફી”) કાઢો છો, જેને ડ્રાઇવરના લાઇસન્સ અથવા ID કાર્ડ પરના ફોટા સાથે સરખાવવામાં આવે છે.

જ્યારે તમે તમારા ચહેરાના ચિત્રો કાઢો ત્યારે એ પણ તપાસવામાં આવે છે કે તમારૂં ચિત્ર જીવિત વ્યક્તિનું છે કે કેમ. આ ઉદ્દેશ માટે, તમારા ચહેરાનું એક 3D મોડલ તૈયાર કરવામાં આવે છે, જેને પણ તમારા ડ્રાઇવરના લાઇસન્સ અથવા ID કાર્ડ પરના ફોટા સાથે સરખાવવામાં આવે છે.

જો તેમાં કોઇ સમસ્યાઓ આવે તો, તે ડેટાની 24 કલાકની અંદર મેન્યુઅલી ખરાઇ કરવામાં આવી શકે છે. કોઇપણ જરૂરી મેન્યુઅલ ખરાઇ અને તેના પરિણામ વિષે તમને સૂચિત કરવામાં આવશે. જો કોઇપણ કારણસર આ ખરાઇ નિષ્ફળ રહે તો, તમે કોઇપણ સમયે અમારી ગ્રાહક સેવાનો સંપર્ક કરી શકો છો.

ખરાઇની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થયા પછી, નિષ્ફળ ગયા પછી અથવા રદ થયા પછી વધુમાં વધુ 7 દિવસની અંદર તમારા ડ્રાઇવરના લાઇસન્સ અને ચહેરાના ફોટા આપમેળે ડિલિટ થઇ જશે.

તમારા દસ્તાવેજની ખરાઇના ભાગ રૂપે, અમે નીચેનો ડેટા સંગ્રહિત કરીએ છીએ:

તમારૂં નામ, ડ્રાઇવરના લાઇસન્સ અથવા ID કાર્ડ નંબર, દસ્તાવેજનો પ્રકાર અને ડ્રાઇવરના લાઇસન્સનો વર્ગ, જારીકર્તા દેશ, સમાપ્તિની તારીખ, ખરાઇની સ્થિતિ તેમજ સમય અને તારીખ.

ખરાઇની પ્રક્રિયાના એક સેવા પ્રદાતા તરીકે અમે આઇડીનાવ જી.એમ.બી.એચ., ઓએનસ્ટ્રાસ 100, 70469 મ્યુનિક, જર્મની (IDnow GmbH, Auenstraße 100, 80469 Munich, Germany)નો ઉપયોગ કરીએ છીએ. આઇડીનાવ જી.એમ.બી.એચ. ફક્ત અમારી સેવાઓ સંબંધી કાર્યો માટે જ અંગત ડેટા પ્રાપ્ત કરે છે.

તમારા સ્થળ અને જ્યાં વાહન ભાડે આપવાનું હોય તેના આધાર પર, GDPRના આર્ટિકલ 6(1)(b) અનુસાર ભાડાના કરારના સમાપન અને પૂરિપૂર્ણતા માટે ખરાઇ કરવી એ પૂર્વપેક્ષિત છે. તમારા ચહેરાના ફોટા પર ઓળખની ખરાઇ માટે પ્રક્રિયા કરવામાં આવતી હોય, આ ડેટા પ્રક્રિયા GDPRના આર્ટિકલ 6(1)(a) અને 9(2) અનુસારની તમારી સંમતિના આધારે કરવામાં આવે છે.

2.12 અમુક વપરાશકર્તાઓ માટેના લાભ

ભાડે આપવાના સ્થળના આધાર પર અમે અમુક વપરાશકર્તાઓને ડિસ્કાઉન્ટ આપીએ છીએ; ઉદાહરણ તરીકે, જો તમે સ્થાનિક સાર્વજનિક પરિવહનનું એક સબ્સ્ક્રિપ્શન ધરાવતા હો, તમે એક વિદ્યાર્થી અથવા નિવૃત્તિ વેતન મેળવતા હો. આ ઉદ્દેશ માટે, અમને તમારા લાભની સ્થિતિ (જેમ કે તમારા વિદ્યાર્થી IDનો એક ફોટો)ના પુરાવાની જરૂર પડે છે જેને તમે આ ઉદ્દેશ માટે પૂરી પાડવામાં આવેલી એક વેબસાઇટ પર અપલોડ કરી શકો છો. જ્યાં તમને પ્રક્રિયા અને સંગ્રહની અવધિ સંબંધી વધુ માહિતી પણ આપવામાં આવશે. તમારા IDના ફોટાની સમીક્ષા સામાન્યતઃ 24 કલાકની અંદર કરવામાં આવે છે અને તે માન્ય હોવાની અમે ખરાઇ કરી લઇએ કે તુરત જ તેને ડિલિટ કરી દેવામાં આવશે. અમારી ગ્રાહક સેવા દ્વારા તમને આ બાબત વિષે સૂચિત કરતા રહેવામાં આવશે.

અમે આ ડેટાનો ઉપયોગ અન્ય કોઇ ઉદ્દેશો માટે કરતા નથી અને GDPRના આર્ટિકલ 6(1)(a) અને 9(2)(a) અનુસારની તમારી સંમતિના આધારે અમે આ ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ.

2.13 પ્રક્રિયાના અન્ય ઉદ્દેશો

અમે તમારા અંગત ડેટા પર નીચેના વધારાના ઉદ્દેશો માટે પણ પ્રક્રિયા કરીએ છીએ:

અમારા કાયદેસરના હિતોના આધારે GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર:

અમારી ઑફરો અને સેવાઓના નિરંતર રીતે સુધારતા રહેવા અને આગળ તેમને અમારા વપરાશકર્તાઓની જરૂરીયાતોને અનુરૂપ બનાવવા માટે,

આંતરિક ગુણવત્તા નિયંત્રણો હાથ ધરવા માટે,

એરરો, ખામીઓ અને સંભવિત દુરુપયોગને શોધવા અને દૂર કરવા માટે,

નેટવર્ક અને માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે,

છેતરપિંડી અટકાવવા માટે,

અમારા કાનૂની દાવાઓ સુરક્ષિત કરવા અને અમલમાં મૂકવા માટે,

કરાર, છેતરપિંડી અથવા દુરુપયોગ સંબંધી ઉલ્લંઘનના આચરણને કારણે બ્લોક કરેલા હોય તેવા વપરાશકર્તાઓની પુનઃનોંધણીને અટકાવવા માટે,

એકાઉન્ટિંગ અને જોખમ સંબંધી વ્યવસ્થાપનના ઉદ્દેશો માટે.

GDPRના આર્ટિકલ 6(1)(c) અનુસાર, કાનૂની જવાબદારીઓ પૂરી કરવા માટે, ઉદા. ત. વ્યાવસાયિક અને કર બંધનની જવાબદારીઓનું પાલન કરવા અથવા કાયદેસર રીતે બંધનકર્તા કોર્ટ અથવા વહીવટી આદેશોને કારણે ડેટા પૂરો પાડવાની જવાબદારીઓ પૂરી કરવા માટે.

3. ત્રીજા પક્ષના પ્રદાતાઓ દ્વારા અમારી સેવાઓ બૂક કરવી

અમારી મોબિલિટીની સેવાઓને કેટલાક પ્રદેશોમાં ત્રીજા પક્ષના ભાગીદારની એપ્લિકેશનો દ્વારા પણ બૂક કરી શકાય છે. તેમ કરવામાં, તમારી અને અમારી વચ્ચે વાહન ભાડે આપવા સંબંધી કરારો ભાગીદારો દ્વારા કરવામાં આવે છે. આવા કેસમાં અમારી પાસે એક ગ્રાહક એકાઉન્ટ તૈયાર કરવું અને અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરવો જરૂરી નથી.

આ ઉદ્દેશ માટે, સામાન્યતઃ અમારા ભાગીદારો તરફથી ઓળખી શકાય તેવો કોઇપણ અંગત ડેટા અમને પ્રાપ્ત થતો નથી, પરંતુ અમને ફક્ત ઉપનામી વપરાશકર્તા IDઓ, ચોક્કસ બૂકિંગ વિષેની માહિતી (ક્યાં શું અને કેટલી કિંમતે બૂક થયું) અને જરૂરી હોય તો, માન્ય ડ્રાઇવર લાઇસન્સ ઉપલબ્ધ હોવા સંબંધી માહિતી પ્રાપ્ત થાય છે. અમુક સમયે, અમારા ભાગીદાર તરફથી અમને તમારૂં નામ, ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબર પ્રાપ્ત થઇ શકે છે. જો તેમાં કોઇ કાયદેસર હિત હોય તો અમે આવો ડેટા મોકલવાની વિનંતી કરી શકીએ છીએ, ઉદા. ત. અકસ્માતો, ફોજદારી કૃત્યો, વહીવટી ગુનાઓના સંબંધમાં, બિલિંગ અથવા વિનંતી કરેલા સપૉર્ટનો ઉત્તર આપવાના ઉદ્દેશો માટે.

ઉપર વર્ણવ્યા મુજબ વાહન ભાડે આપવાના અમલીકરણના સંબંધમાં અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ (એપ્લિકેશન દ્વારા એકત્રિત કરેલા ડેટાના અપવાદ સાથે), ખાસ કરીને વાહનોમાંથી પ્રાપ્ત થયેલા ટેલીમેટિક્સ ડેટા પર. આ ડેટા પ્રક્રિયાના કાનૂની આધારોને પણ ઉપર વર્ણવેલ છે.

GDPRના આર્ટિકલ 26 અનુસાર અમે અમારા ભાગીદારો સાથે સંયુક્ત નિયંત્રક કરારો કર્યા છે. નીચેની બાબતો લાગુ પડે છે:

ભાગીદારની એપ્લિકેશન સંબંધી ડેટા પ્રક્રિયા માટે તે ભાગીદાર જવાબદાર છે (જેમાં ડેટા એકત્રિકરણ અને ભાગીદારની એપ્લિકેશમાં તૈયાર કરવામાં આવતા ગ્રાહક એકાઉન્ટો તેમજ લાગુ પડતું હોય તો, ડ્રાઇવરના લાઇસન્સ અને ઉંમરની ખરાઇ અને પેમેન્ટ પ્રક્રિયા સમાવિષ્ટ છે).

અમે વાહન ભાડે આપવાના અમલીકરણ સંબંધી ડેટા પ્રક્રિયા માટે જવાબદાર છીએ.

જ્યારે તમે કોઇ ભાગીદારની એપ્લિકેશનો દ્વારા બૂકિંગ કરો ત્યારે સામાન્યતઃ અમારી પાસે તમારી એક ગ્રાહક તરીકેની વધારે માહિતી ના હોવાથી, ડેટાવાળી વ્યક્તિના અધિકારો માટે તે ભાગીદાર જ તમારો મુખ્ય સંપર્ક હોય છે. તેમ છતાં, તમે અમારી અને સંબંધિત ભાગીદાર બન્ને પાસે તમારા ડેટા સંરક્ષણ અધિકારોનો દાવો મક્કમપણે રજૂ કરી શકો છો.

અમારી સેવાઓનું બૂકિંગ કરી શકે તેવા અમારા ભાગીદારો નીચે મુજબ છે (જેમાં ભાગીદારની એપ્લિકેશનો અને સેવાઓની ઉપલબ્ધતા કેટલેક અંશે પ્રાદેશિક રીતે મર્યાદિત હોય છે):

બર્લિનર વર્કેહર્સબેત્રાઇબે (બીવીજી) એઓઆર, હોલ્ઝમાર્કત્સ્ત્રાસે 15-17, 10179 બર્લિન, જર્મની (“જેલ્બી”) (Berliner Verkehrsbetriebe (BVG) AöR, Holzmarktstrasse 15-17, 10179 Berlin, Germany ("Jelbi"))

ઇન્ટેલિજન્ટ એપ્સ જી.એમ.બી.એચ., ન્યુમ્યુહ્લેન 19, 22763 હેમ્બર્ગ, જર્મની (“ફ્રીનાવ જર્મની”) (Intelligent Apps GmbH, Neumühlen 19, 22763 Hamburg, Germany ("FreeNow Germany"))

માયટેક્સિ નેટવર્ક આર્યલેન્ડ લિ., 11 અપર માઉન્ટ સ્ટ્રીટ, ડબલિન 2, આર્યલેન્ડ (“ફ્રીનાવ આયર્લેન્ડ”) (mytaxi Network Ireland Ltd, 11 Upper Mount Street, Dublin 2, Ireland ("FreeNow Ireland"))

ટ્રાન્સકોવો સાસ અને ટ્રાન્સોપ્કો સાસ, 4 પ્લેસ દ્યુ 8 માઇ 1945, ઇમેયુબલ લે હબ, 92300 લેવાલોઇસ-પેરેત, ફ્રાન્સ (“ફ્રીનાવ ફ્રાન્સ”) (Transcovo SAS and Transopco SAS, 4 Place du 8 Mai 1945, Immeuble Le Hub, 92300 Levallois-Perret, France ("FreeNow France"))

માયટેક્સિ પોલસ્કા એસ.પી. ઝે ઓ.ઓ., ઉલ. મલીનાર્સ્કા 42, 01-205 વોર્સો, પોલેન્ડ (“ફ્રીનાવ પોલેન્ડ”) (mytaxi Polska Sp. z o.o., ul. Mlynarska 42, 01-205 Warsaw, Poland ("FreeNow Poland"))

હેમ્બર્ગર હોચબાન એ.જી., સ્ટેનસ્ટ્રાસ 20, 20095 હેમ્બર્ગ, જર્મની (“એચવીવી સ્વિચ”) (Hamburger Hochbahn AG, Steinstraße 20, 20095 Hamburg, Germany ("hvv switch"))

સિક્સ્ટ જી.એમ.બી.એચ. એન્ડ કં. ઓટોવર્મિટંગ કે.જી., ઝગસ્પિત્ઝસ્તર. 1, 82049 પુલાચ, જર્મની (“સિક્સ્ટ”) (Sixt GmbH & Co. Autovermietung KG, Zugspitzstr. 1, 82049 Pullach, Germany ("Sixt"))

નોબિના ત્રાવિસ એ.બી., org.nr 559264-1756, આર્મેગેટન 38, 171 71 સોલના, સ્વીડન (“ત્રાવિસ”) (Nobina Travis AB, org.nr 559264-1756, Armégatan 38, 171 71 Solna, Sweden ("Travis"))

મૂવેલ ગ્રુપ જી.એમ.બી.એચ., હૌપ્ત્સ્ટેટર સ્ત્રાસે 149, 70178 સ્ટુટગાર્ટ, જર્મની (“રીચ નાવ”) (moovel Group GmbH, Hauptstätter Straße 149, 70178 Stuttgart, Germany ("Reach Now"))

આશેનર સ્ત્રાસેન્બાન એન્ડ એનર્જીએવરસોરગંગ્સ-એ.જી., ન્યૂકોલનર સ્ટ્રીટ. 1, 52068 આશેન, જર્મની (“મોવા”) (Aachener Straßenbahn und Energieversorgungs-AG, Neuköllner Str. 1, 52068 Aachen, Germany ("movA"))

મુંશનેર વર્કેહર્સજીસેલશાફ્ટ એમ.બી.એચ., એમી-નોએથર સ્ટ્રીટ. 2, 80992 મ્યુનિક, જર્મની (“એમવીજીઓ”) (Münchner Verkehrsgesellschaft mbH, Emmy-Noether Str. 2, 80992 Munich, Germany ("MVGO"))

રેઇનબાન એ.જી., લિરેનફેલ્ડર સ્ટ્રીટ. 42, 40231 ડસેલડોર્ફ, જર્મની (“રેડી”) (Rheinbahn AG, Lierenfelder Str. 42, 40231 Düsseldorf, Germany ("redy"))

એસ.બી.બી. એ.જી., ન્યૂ મોબિલિટી સર્વિસીઝ, બોલવર્ક 10, બર્ન, સ્વિત્ઝર્લેન્ડ (“યુમુવ”) (SBB AG, New Mobility Services, Bollwerk 10, Bern, Switzerland ("yumuv"))

માસ ગ્લોબલ લિ., લોનરોતિન્કાતુ 18, 00120 હેલસિંકી, ફિનલેન્ડ (“વ્હિમ”) (MaaS Global Ltd, Lönnrotinkatu 18, 00120 Helsinki, Finland ("Whim"))

આઇમોબિલિટી જી.એમ.બી.એચ., વેરિંગરગેસ 5/બી4, એ-1040 વીયેના, ઓસ્ટ્રિયા (“વેફાઇન્ડર”) (iMobility GmbH, Weyringergasse 5/B4, A-1040 Vienna, Austria ("Wayfinder"))

ટ્રાફી જી.એમ.બી.એચ., ચૌસીસત્રાસે 6, 10115 બર્લિન, જર્મની (“ટ્રાફી”) (Trafi GmbH, Chausseestrasse 6, 10115 Berlin, Germany ("Trafi"))

4. અંગત ડેટાનું હસ્તાંતરણ

અમારા દ્વારા એકત્રિત કરેલા ડેટાને ઉપર વર્ણવ્યા મુજબ અને અન્યથા, ફક્ત નીચેની સ્થિતિમાં જ સિદ્ઘાંતના આધાર પર ટ્રાન્સફર કરવામાં આવે છે:

જો તમે GDPRના આર્ટિકલ 6(1)a અનુસાર અમને તમારી સ્પષ્ટ સંમતિ આપી હોય;

જો GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર કાનૂની દાવાઓ ભારપૂર્વક રાખવા, ઉપયોગ કરવા અને બચાવ કરવા માટે જાહેર કરવો જરૂરી હોય અને એવું માની લેવાનું કોઇ કારણ ના હોય કે તમારા ડેટાને જાહેર ના કરવામાં તમારૂં વધુ કાનૂની હિત હોય;

જો GDPRના આર્ટિકલ 6(1)(c) અનુસાર અમે ડેટાને જાહેર કરવા માટે કાનૂની રીતે બંધાયેલા હોઇએ; અથવા

તમારી સાથેના કરારને લગતા સંબંધોની પ્રક્રિયા માટે અથવા તમારા દ્વારા વિનંતી કરવામાં આવ્યે લેવામાં આવતા કરાર સંબંધી પગલાંઓ માટે GDPRના આર્ટિકલ 6(1)(b) અનુસાર આમ કરવું કાનૂની રીતે પરવાનગીપાત્ર અને જરૂરી હોય.

ડેટા પ્રક્રિયા માટે અમે બહારના સેવા પ્રદાતાઓનો ઉપયોગ કરીએ છીએ જે અમારા વતિ કામ કરે છે અને તેમના પોતાના ઉદ્દેશો માટે અંગત ડેટા પર પ્રક્રિયા કરવાની તેમને અનુમતી નથી. આ ડેટા સંરક્ષણના જાહેરનામાંમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલા સેવા પ્રદાતાઓ ઉપરાંત, તેમાં ખાસ કરીને IT અને ડેટા સેન્ટરના સેવા પ્રદાતાઓ, ટેક્નિકલ સેવા પ્રદાતાઓ, એજન્સીઓ, માર્કેટ રિસર્ચ કંપનીઓ, ગ્રુપ કંપનીઓ અને કન્સલ્ટિંગ કંપનીઓ સમાવેશ થઇ શકે છે.

અમે નિવાસી સેવા પ્રદાતાઓનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા યુરોપિયન યુનિયન કે યુરોપિયન ઇકોનોમિક એરિયાની બહાર કથિત “ત્રીજા દેશો”માં અંગત ડેટા પર પ્રક્રિયા કરી શકીએ છીએ. જો આમ કરવામાં આવે અને આવા દેશોમાં GDPRના આર્ટિકલ 45 અનુસાર કોઇ પર્યાપ્ત નિર્ણય કરવામાં આવેલ ના હોય તો, કોઇપણ ડેટા ટ્રાન્સફર માટે ડેટા સંરક્ષણના પર્યાપ્ત સ્તરને સુનિશ્ચિત કરવા માટે અમે યોગ્ય પગલાંઓ લીધેલા છે. જેમાં અન્ય બાબતોની સાથે-સાથે યુરોપિયન યુનિયન (જો લાગુ પડે તો, ડેટા સંરક્ષણ સુપરવાઇઝરી ઑથોરિટિઝની ભલામણો અનુસાર વધારાના કરારો સહિત) અથવા આંતરિક ડેટા સંરક્ષણના નિયમોની કરાર સંબંધી પ્રમાણભૂત જોગવાઇઓ સમાવિષ્ટ છે.

5. જાહેરાત

તમને વ્યક્તિગત કરેલી જાહેરાતો બતાવવા અથવા મોકલવા માટે પણ અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ. આ ઉદ્દેશ માટે, અમે નોંધણી દરમિયાન તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી, તમારા બૂકિંગ ઇતિહાસ તેમજ અમારી એપ્લિકેશનના તમારા ઉપયોગ દરમિયાન એકત્રિક કરેલ ડેટા અથવા રીસીટની પુષ્ટિઓ અને મેસેજ વાંચવામાં આવેલ હોવાની માહિતીનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને, અમારા કેટલાક ઉત્પાદનો અને સેવાઓ ફક્ત અમુક વિસ્તારમાં જ ઉપલબ્ધ હોવાથી આ ઉદ્દેશ માટે અમે તમારા સ્થળ સંબંધી ડેટા પર પણ પ્રક્રિયા કરીએ છીએ અને એ રીતે ફક્ત તે વિસ્તારના વપરાશકર્તાઓ પર જ અમે લક્ષ્ય સાધીએ છીએ. અમારો સંપર્ક કરવા અથવા તમારા એકાઉન્ટને બંધ કરવા દ્વારા તમે કોઇપણ સમયે આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી શકો છો.

જ્યાં સુધી GDPRના આર્ટિકલ 6(1)(a) અનુસાર સંમતિ જરૂરી ના હોય ત્યાં સુધી, જાહેરાતના ઉદ્દેશો માટે તમારા ડેટા પરની પ્રક્રિયા સીધી જાહેરાતમાં GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર અમારા કાયદેસર હિત પર આધારિત છે.

5.1 ન્યૂઝલેટર

નિયત સમયે અમારી સેવાઓ, ખાસ ઑફરો અથવા સર્વે વિષે માહિતી પ્રાપ્ત કરવા તમે ન્યૂઝલેટર માટે સાઇન અપ કરી શકો છો. તેને પ્રાપ્ત કરવા માટે જો તમે સ્પષ્ટ સંમતિ આપી હોય તો જ અમે આવા ઇમેઇલો મોકલીએ છીએ. તમારી સંમતિની નોંધ કરવા, GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર અમારા પુરાવા આધારિત કાયદેસર હિતના આધારે અમે નીચેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેને અમે જ્યાં સુધી તમે અમારા ન્યૂઝલેટરમાંથી અનસબ્સ્ક્રાઇબ ના કરો અથવા તમારા એકાઉન્ટને ડિલિટ ના કરો ત્યાં સુધી જાળવી રાખીએ છીએ: ઉપયોગ કરેલ IP એડ્રેસ; ન્યૂઝલેટર માટે નોંધણી કર્યાનો સમય; પુષ્ટિવાળો ઇમેઇલ મોકલવામાં આવ્યો હોવાનો સમય; પુષ્ટિવાળા ઇમેઇલની માહિતી; પુષ્ટિવાળી લિંક સક્રિય કરવાનો અથવા પ્રત્યુત્તરવાળા ઇમેઇલને આર્કાઇવ કરવાનો સમય.

પ્રત્યેક ઇમેઇલમાં ઉપલબ્ધ અનસબ્સ્ક્રાઇબ લિંક પર ક્લિક કરવા દ્વારા અથવા support@tier.app પર એક ઇમેઇલ મોકલવા દ્વારા તમે કોઇપણ સમયે અમારા ન્યૂઝલેટરમાંથી અનસબ્સ્ક્રાઇબ કરી શકો છો.

તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(a) છે.

5.2 ઉત્પાદનની ભલામણો સંબંધી ઇમેઇલો અને પુશ મેસેજ

તમે ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ ના કર્યું હોવા છતાં, અમે તમને મર્યાદિત સંખ્યામાં ઉત્પાદન સંબંધી ભલામણો, સર્વે અને ઉત્પાદન સમીક્ષા સંબંધી વિનંતીઓ મોકલશું. જો તમે અમારી સેવાનો ઉપયોગ કરો તો જ તમે આવા ઇમેઇલો પ્રાપ્ત કરશો. જો તમે અમારા તરફથી આવા ઇમેઇલો પ્રાપ્ત કરવા માંગતા ના હો તો, પ્રત્યેક ઇમેઇલમાં ઉપલબ્ધ અનસબ્સ્ક્રાઇબ લિંક પર ક્લિક કરવા દ્વારા અથવા support@tier.app પર એક ઇમેઇલ મોકલવા દ્વારા તમે કોઇપણ સમયે તમારી સંમતિ પાછી ખેંચી શકો છો.

તમે કોઇપણ સમયે તમારી ઑપરેટિંગ સિસ્ટમમાં પુશ સૂચનાઓ માટેના સેટિંગ્સને બદલી શકો છો (ઉપર જુઓ).

તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(f) છે (“વર્તમાન ગ્રાહકો માટે માર્કેટિંગ”).

5.3 ઑનલાઇન જાહેરાતો

અમે તમને કથિત “ઇન-એપ સૂચનાઓ” દ્વારા અમારી એપ્લિકેશનની અંદર અને અમારી પોતાની સેવાઓ સિવાયની જાહેરાતો પણ બતાવીએ છીએ. અમારી એપ્લિકેશનના સેટિંગ્સમાં તમે આ ઉદ્દેશો માટે તમારા ડેટા પર પ્રક્રિયા કરવા માટે અમારી સામે વાંધો ઉઠાવી શકો છો. કૃપા કરીને નોંધ કરશો કે તમે પ્રમોશનલ ઉદ્દેશો માટે તમારા ડેટાના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હોવા છતાં, તમને અમારા તરફથી અમારી પોતાની સેવાઓ સિવાયની જાહેરાતો બતાવવાનું ચાલુ રાખવામાં આવી શકે છે.

તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(f) છે.

6. માર્કેટ રિસર્ચ

અમારા ઉત્પાદનો અને અમારા વપરાશકર્તાઓને વધુ સારી રીતે સમજવામાં નિરંતર સુધારો કરતા રહેવા, માર્કેટ રિસર્ચના ઉદ્દેશ માટે અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ. તેમ કરતી વખતે, અમે તમારા માર્ગો, તમારા વપરાશ સંબંધી આચરણ અને નોંધણી દરમિયાન તમે પૂરા પાડેલા ડેટા વિષેની માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ.

આ ડેટાના આધાર પર, ફક્ત તમારી સંમતિ સાથે જ આમંત્રણના પ્રકારના આધારે અમે અમારા વપરાશકર્તાઓને માર્કેટ રિસર્ચની પહેલો, અભ્યાસો અને સર્વેમાં સ્વૈચ્છિક રીતે ભાગ લેવા માટે આમંત્રિત કરીએ છીએ. જો તમે આવી પહેલોમાં ભાગ લો તો, અમે તેની સાથે સંકળાયેલા ડેટા એકત્રિકરણ અને પ્રક્રિયા વિષે તમને અલગથી જાણ કરીશું. ટિઅરની સેવા એક નવા પ્રકારની મોબિલિટી હોવાથી, અમારા ભાગીદારો અને ખાસ કરીને શહેરો, પ્રદેશો અથવા પરિવહન મંત્રાલયો અમારા માર્કેટ રિસર્ચમાં અને તેમાંથી પ્રાપ્ત કરેલી આંતરદૃષ્ટિઓમાં અભિરુચિ ધરાવે છે. તેથી, ટિઅર આ ભાગીદારો સાથે એકીકૃત અને અનામી કરેલા પરિણામો શેર કરે છે.

તેનો કાનૂની આધાર GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર માર્કેટ રિસર્ચમાં અને અમારી ઑફરોનું ઑપ્ટિમાઇઝેશન અને વધુ વિકાસનું અમારૂં કાયેદસર હિત છે.

7. ડેટા કાઢી નાખવો

સામાન્ય રીતે, અમે અંગત ડેટાને ત્યાં સુધી જ સંગ્રહિત કરીએ છીએ જ્યાં સુધી તેને એકત્રિત કરવાનો ઉદ્દેશ પૂરો ના થાય. ત્યારબાદ, જો સામાજિક કાયદા હેઠળ દાવાઓ માટેના પુરાવા આધારિત ઉદ્દેશો માટે વૈધાનિક મર્યાદાની અવધિની સમાપ્તિ સુધી અથવા જાળવી રાખવાની વૈધાનિક જવાબદારીઓને કારણે તે ડેટાને રાખવો જરૂરી ના હોય તો, અમે તુરત જ તે ડેટાને ડિલિટ કરીએ છીએ

પુરાવા આધારિત ઉદ્દેશો માટે, અમે કરાર સંબંધી ડેટાને તમારી સાથે વ્યાવસાયિક સંબંધ સમાપ્ત થવાના વર્ષથી ત્રણ વર્ષ સુધી સાચવી રાખી શકીએ છીએ. કોઇપણ દાવાઓ પ્રમાણભૂત વૈધાનિક મર્યાદાની અવધિ અનુસાર આ તારીખે વહેલામાં વહેલી તકે સમાપ્ત થઇ જશે.

ત્યારબાદ પણ, એકાઉન્ટિંગના કારણોસર અમારે તમારા ડેટાને સંગ્રહિત કરવાની જરૂર પડશે. કોમર્શિયલ કોડ, ટેક્સ કોડ, બેંકિંગ એક્ટ, એન્ટિ-મની લૉન્ડરિંગ એક્ટ અને સિક્યુરિટી ટ્રેડિંગ એક્ટ તરફથી ઊભી થઇ શકે તેવી વૈધાનિક દસ્તાવેજીકરણની જરૂરીયાતોને કારણે અમે તેમ કરવા માટે બંધાયેલા છીએ. તેમા દર્શાવેલ સંગ્રહ અને દસ્તાવેજીકરણ માટેની સમય મર્યાદા બે અને દસ વર્ષ વચ્ચેની છે.

8. ટિઅર કોર્પોરેટ ગ્રુપની અંદરની ડેટા પ્રક્રિયા

ટિઅર મોબિલિટી જર્મની આઇ.ટી. સિસ્ટમો, એપ્લિકેશનનું ટેક્નિકલ સંચાલન, ગ્રાહક સપૉર્ટ અને ટિઅર કોર્પોરેટ ગ્રુપની અંદર ગ્રાહકો સાથેના કરાર સંબંધી સંબંધોના સામાન્ય વ્યવસ્થાપનની કેન્દ્રિય કામગીરી જોવે છે. તમે નીચેના સરનામાં પર ટિઅર મોબિલિટી જર્મનીના ડેટા સંરક્ષણ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

આ સંદર્ભમાં, તમારા અંગત ડેટાને ટિઅર મોબિલિટી જર્મનીને મોકલામાં આવશે અથવા ટિઅર મોબિલિટી જર્મની દ્વારા જ સીધુ એકત્રિકરણ અને પ્રક્રિયા કરવામાં આવશે. તેના માટેનો કાનૂની આધાર GDPRના આર્ટિકલ 48 સાથે જોડાયેલા GDPRના આર્ટિકલ 6(1)(f) અનુસાર અસરકારક કોર્પોરેટ સંસ્થામાં અમારું કાયદેસર હિત છે. ટિઅર મોબિલિટી જર્મની ફક્ત અહીં દર્શાવેલા ઉદ્દેશો માટે આ ડેટા સંરક્ષણના જાહેરનામાં અનુસાર જ તમારા ડેટા પર પ્રક્રિયા કરે છે. તેથી આ ડેટા સંરક્ષણ જાહેરનામું ટિઅર મોબિલિટી જર્મનીની ડેટા પ્રક્રિયાને તે અનુસાર લાગુ પડે છે.

અમે GDPRના આર્ટિકલ 26 અનુસાર ટિઅર મોબિલિટી જર્મની સાથે એક સંયુક્ત જવાબદારીનો કરાર કર્યો છે, જે અન્ય બાબતોની સાથે-સાથે ઉપરોક્ત આઇટમોને પણ સંચાલિત કરે છે. અમારી અને ટિઅર મોબિલિટી જર્મની સાથે અને સામે તમે એક ડેટાવાળી વ્યક્તિ રૂપે તમારા અધિકારોનો દાવો રજૂ કરી શકો છો.

9. ડેટાવાળી વ્યક્તિના અધિકારો

જો કાનૂની જરૂરીયાતો સંતોષવામાં આવી હોય તો, GDPRના આર્ટિકલ 15 – 21 અને 77માં સ્પષ્ટ રીતે રજૂ કર્યા અનુસાર ડેટાવાળી એક વ્યક્તિ રૂપે તમને કોઇપણ સમયે નિચેના અધિકારોનો ઉપયોગ કરવાનો હક છે:

સંમતિ પાછી લેવાનો અધિકાર;

તમારા અંગત ડેટા પર પ્રક્રિયા કરવા સામે વાંધો ઉઠાવવાનો અધિકાર (GDPRનો આર્ટિકલ 21);

અમારા દ્વારા તમારા અંગત ડેટા પર કરવામાં આવતી પ્રક્રિયા વિષેની માહિતી મેળવવાનો અધિકાર (GDPRનો આર્ટિકલ 15);

અમારા દ્વારા સંગ્રહિત કરેલા તમારા ખોટા અંગત ડેટાને સુધારવાનો અધિકાર (GDPRનો આર્ટિકલ 16);

તમારા અંગત ડેટાને દૂર કરવાનો અધિકાર (GDPRનો આર્ટિકલ 17);

તમારા અંગત ડેટાની પ્રક્રિયાને પ્રતિબંધિત કરવાનો અધિકાર (GDPRનો આર્ટિકલ 18);

તમારા અંગત ડેટાની પોર્ટેબિલિટીનો અધિકાર (GDPRનો આર્ટિકલ 20);

સુપરવાઇઝરી સત્તા પાસે એક ફરિયાદ નોંધાવવાનો અધિકાર (GDPRનો આર્ટિકલ 77).

તમે અમને અગાઉ આપેલી સંમતિને ભવિષ્યમાં કોઇપણ સમયે પાછી લેવાનો તમને આધિકાર છે. તમારી સંમતિ પાછી લેવાની બાબત, આ સમંતિના આધારે સંમતિ પાછી લેવામાં આવ્યા સુધી કરવામાં આવેલી પ્રક્રિયાની કાયદેસરતાને પ્રભાવિત કરતી નથી.

અમે કાનૂની હિતોના આધારે તમારા ડેટા પર પ્રક્રિયા કરતા હોય, તમારી ખાસ સ્થિતિના આધાર પર કોઇપણ સમયે તમારા ડેટા પર પ્રક્રિયા કરવા સામે વાંધો ઉઠાવવાનો તમને અધિકાર છે. જો આ બાબત સીધા માર્કેટિંગ માટે ડેટા પ્રક્રિયા કરવા સંબંધી હોય તો, તમને વાંધો ઉઠાવવાનો સર્વસામાન્ય અધિકાર છે, પરંતુ અમે તેને તમારા દ્વારા કોઇપણ કારણો આપ્યા વિના પણ અમલમાં મૂકીશું.

તમારા અધિકારોનો દાવો રજૂ કરવા, તમે કોઇપણ સમયે ઉપર આપેલી સંપર્ક વિગતોના ઉપયોગથી અથવા support@tier.app પર અમારો સંપર્ક કરી શકો છો. તેમ કરતા સમયે, અમે તમને ઓળખનો પુરાવો આપવાનું કહી શકીએ છીએ જેમ કે, તમારા એકાઉન્ટમાં નોંધણી કરેલા ઇમેઇલ એડ્રેસ દ્વારા તમારી વિનંતી રજૂ કરવાનું કહેવું.

ડેટા સંરક્ષણના અધિકારોના દાવા તમારી વિનંતીઓ અને તેને સંબંધિત અમારા ઉત્તરોને દસ્તાવેજીકરણના ઉદ્દેશો માટે ત્રણ વર્ષની અવધિ સુધી અને ખાસ કેસોમાં, કાનૂની દાવાઓના દાવા, ઉપયોગ અથવા બચાવ માટે તેના કરતા પણ વધુ સમય માટે સંગ્રહિત કરવામાં આવશે.

GDPRના આર્ટિકલ 82 અનુસાર કોઇપણ સામાજિક દાવાઓ સામે બચાવ કરવાના, GDPRના આર્ટિકલ 83 અનુસાર દંડ ટાળવાના અને GDPRના આર્ટિકલ 5(2) હેઠળની અમારી જવાબદારીઓ પૂરી કરવાના અમારા હિતના આધારે તેનો કાનૂની આધાર GDPRનો આર્ટિકલ 6(1)(f) છે.

તમે dpo@tier.app પર અથવા ઉપરના પોસ્ટલ સરનામાં પર અમારા ડેટા સંરક્ષણ અઘિકારીનો ("પ્રતિ શ્રી: ડેટા સંરક્ષણ અધિકારી") સંપર્ક કરી શકો છો. અમે સ્પષ્ટ રીતે જણાવવા માંગીએ છીએ કે ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરતી વખતે, તમારા સંદેશા-વ્યવહારની માહિતીની અમારા ડેટા સંરક્ષણ અઘિકારી દ્વારા વિશિષ્ટ રીતે નોંધ કરવામાં આવતી નથી. તેથી, જો તમે ગોપનીય માહિતીની આપ-લે કરવા માંગતા હો તો, કૃપા કરીને આ ઇમેઇલ એડ્રેસ દ્વારા પહેલા સીધો અમારો સંપર્ક કરો.

તમને ડેટા સંરક્ષણ સુપરવાઇઝરી સત્તા પાસે ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે.

10. આ ડેટા સંરક્ષણ જાહેરનામાં સંબંધી બદલાવો

અમે પ્રસંગોપાત આ ડેટા સંરક્ષણ જાહેરનામાંને એ સુનિશ્ચિત કરવા માટે અપડેટ કરીશું કે તે હંમેશા વર્તમાન કાનૂની જરૂરીયાતો અને વાસ્તવિક સંજોગોને (ઉદા. ત. જ્યારે નવી સેવાઓ અથવા સુવિધાઓ રજૂ કરવામાં આવે) પ્રતિબિંબિત કરે. અમે ભલામણ કરીએ છીએ કે સંભવિત બદલાવો જાણવા માટે તમે આ ડેટા સંરક્ષણ જાહેરનામાંને નિયમિત રીતે તપાસતા રહો.