છેલ્લી અદ્યતન માહિતી: 1 મે 2021

જવાબદાર સત્તાધિકારી અને સેવા પ્રદાતા છે:

TIER ઓપરેશન્સ લિમિટેડ (Tier Operations Limited) (“TIER”, “અમે”)

કેર ઓફ વી વર્ક 145 સીટી રોડ

London, EC1V 1AZ 

TIER ડેટા સુરક્ષા અધિકારી: dpo@tier.app

અંગત માહિતીની સુરક્ષા અને તેથી તમારી ગુપ્તતા અમારા માટે સૌથી વધુ મહત્વની છે અને તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે નીચેની ગુપ્તતા સંબંધિત નોટીસ જ્યારે TIER સેવા અને TIER વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તમારી માહિતીના એકત્રિકરણ અને પ્રક્રિયા અંગે તમને જાણ કરે છે. સોસીયલ નેટવર્કસની વેબસાઈટો ઉપરની અથવા અન્ય પ્રદાતાઓ કે જેના ઉપર અમારી વેબસાઇટ ઉપરની લીંકસ મારફત પહોંચી શકાય છે તેના ઉપરની તમારી પ્રવૃત્તિઓને અમારી ગુપ્તતાની નોટીસ લાગુ પડતી નથી. આ પ્રદાતાઓની સંબંધિત વેબસાઈટસ ઉપરના માહિતી સુરક્ષાના નિયમોને તપાસવા વિનંતી.

 1. તમારી અંગત માહિતીના એકત્રીકરણ અને પ્રક્રિયા કરવા અંગેની સમાન્ય માહિતી
  1. વ્યક્તિગત ડેટા

જ્યાં સુધી એક સંપૂર્ણ રીતે કાર્યાત્મક વેબસાઈટ તેમજ અમારી સામગ્રીઓ અને સેવાઓનો ઉપયોગ કરવા માટે જરૂરી હોય ફક્ત તે મુજબ જ અમે તમારી અજ્ઞાત માહિતીને એકત્ર કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ. વ્યક્તિગત કે અંગત માહિતી એ એવી માહિતી છે જે એક વ્યક્તિ તરીકે તમારી સાથે સંબંધ ધરાવે છે. તમારું નામ, સરનામું, ટપાલનું સરનામું, ફોન નંબર અથવા ઈમેઈલ સરનામું એ આના ઉદાહરણો છે. બિન-વ્યક્તિગત માહિતી એ એવી માહિતી છે જેવી કે એક વેબસાઈટનાં ઉપયોગકર્તાની સંખ્યા અથવા કુલ ગતિવિધિની માહિતી, કારણ કે તેને એક ચોક્કસ વ્યક્તિ તરીકે શોધી શકાતી નથી.

 1. અંગત માહિતીની પ્રક્રિયા

અંગત માહિતી સાથે સંબંધિત કોઇપણ પ્રક્રિયા ઉપર પ્રક્રિયા કરવાનું કામ ઓટોમેટેડ પ્રક્રિયા જેવી કે એકત્રીકરણ, રેકોર્ડીંગ, ગઠન કરીને, ગોઠવણી કરીને, સંગ્રહ કરીને, અનુકૂલન કરીને કે બદલીને, વાંચન કરીને, પુન:પ્રાપ્ત કરીને ઉપયોગ કરીને, તબદિલ કરીને, પ્રક્રિયા કરીને, જાહેર કરીને કે અન્ય સ્વરૂપની વ્યવસ્થા સહવર્તી બનાવીને કે જોડીને, સીમિત બનાવીને, ડીલીટ કરીને કે નાશ કરીને જેવી ઓટોમેટેડ પ્રક્રિયાની મદદ વડે અથવા તેના વગર કરવામાં આવે છે. અંગત માહિતી અમારી એપ્સ કે વેબસાઈટ મારફત એકત્ર કરવામાં આવશે જો તમે તમારી પોતાની પહેલ ઉપર ઉપલબ્ધ બનાવો તો, દા.ત.નોંધણીઓ, ફોર્મસ પૂર્ણ કરવા, ઈમેઈલ્સ મોકલીને, અથવા એક TIER વાહનને બૂક કરીને. અમે ઉચિત હેતુઓ માટે અથવા એવી વિનંતીમાંથી પરિણમતા હેતુઓ જેવા કે તમારી બુકિંગ વિનંતી ઉપર પ્રક્રિયા કરવા માટેની બુકિંગ પૂછપરછ માટે માહિતીનો ઉપયોગ કરીશું. ત્રીજા પક્ષકારોને પ્રેષણ માત્ર તો જ કરવામાં આવશે જો આ બાબતની કાયદા દ્વારા સ્પષ્ટ રીતે મંજૂરી આપવામાં આવે અથવા તમે તમારી નોંધણીની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે અથવા સક્રિય વ્યવસાયના સંબંધ દરમિયાન ટ્રાન્સફર માટે સહમત થયા હોવ તો.

 1. પ્રક્રિયાનાં કાનૂની આધારો

અમારા વપરાશકારોની અંગત માહિતીનું એકત્રીકરણ અને ઉપયોગ વપરાશકર્તાની ફક્ત સૂચિત સંમતિ સાથે જ થાય છે. જ્યાં સુધી સંબંધિત વ્યક્તિની અંગત માહિતીનાં સંચાલન ઉપર પ્રક્રિયા માટે અમે સંમતિ મેળવવા પ્રયાસ કરીએ છીએ ત્યાં, આર્ટીકલ 6(1)(a) GDPR અંગત માહિતીની પ્રક્રિયા માટેના કાનૂની આધાર તરીકે કામ કરે છે. એવા કિસ્સાઓમાં એક અપવાદ કરવામાં આવે છે કે જ્યાં તથ્ય સંબંધિત કારણો માટે એક આગોતરી સંમતિ સંભવ નથી અને માહિતી ઉપર પ્રક્રિયાની કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવે છે. તમારી સાથે કરારની તૈયારી કે પૂર્ણતાના હેતુ માટે અંગત માહિતીની પ્રક્રિયા માટે, આર્ટીકલ 6(1)(b) GDPR કાનૂની આધાર તરીકે કામ કરે છે. આ બાબત પ્રર્કીયાના કામકાજોને પણ લાગુ પડે છે કે જે કરાર પૂર્વના ઉપાયોની અમલવારી માટે આવશ્યક છે. જ્યાં સુધી અંગત માહિતીની પ્રક્રિયા એક કાનૂની જવાબદારીના પાલન કે જેને નિયામક આધીન છે તેના માટે જરૂરી છે ત્યાં, આર્ટીકલ 6(1)(c) GDPR કાનૂની આધાર તરીકે કામ કરે છે. એવા કિસ્સામાં કે જ્યાં અમારી કંપનીનાંકે ત્રીજી વ્યક્તિના મહત્વના હિતો નું રક્ષણ કરવા માટે પ્રક્રિયા જરૂરી હોય અને હિતો, મૂળભૂત હક્કો અને સ્વતંત્રતાઓ અગાઉના હિતને બિન અસરકારક બનાવતા ના હોય ત્યાં, આર્ટીકલ 6(1)(f) GDPR કાનૂની આધાર તરીકે કામ કરે છે. અમારા આઈટી તંત્રની કાર્યક્ષમતાની જાળવણી, અમારી પોતાની પ્રોડક્ટસ અને સેવાઓનાં માર્કેટિંગ અને ધંધાકીય સંપર્કોનું દસ્તાવેજીકરણ કરવાના ઉપાયો એ આવા કાયદેસરના હિતો છે.

 1. સલામતી

અમે ધરાવીએ છીએ તેવી તમારી માહિતીનું ઘાલમેલ, ખોટ, વિનાશ અને અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા એક્સેસ સામે રક્ષણ કરવા માટે અમે ટેકનીકલ અને સંસ્થાકીય સુરક્ષાના ઉપાયોનો અમલ કરીએ છીએ. ટેકનોલોજીના વિકાસને અનુરૂપ અમે સતત રીતે અમારી સુરક્ષાના ઉપાયોને સુધારીએ છીએ.

 1. તમારી અંગત માહિતીને ડીલીટ કરવી કે દૂર કરવી

અમારા દ્વારા પ્રકિયા કરવામાં આવેલી અંગત માહિતી આર્ટીકલ 17 અને 18 GDPR મુજબ ડીલીટ કરવામાં કે પ્રતિબંધિત કરવામાં આવશે. જો આ ગુપ્તતાની નોટીસમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ હોય નહીં તો, અમારી પાસે હાલમાં સંગ્રહ કરવામાં આવેલી તમામ માહિતી ડીલીટ કરવામાં આવશે, જેવી તે આગળ તેમના ઉપયોગ માટે જરૂરી ના હોય કે તરત જ અથવા જ્યાં સુધી તેને જાળવવા માટેની અમારી પાસે કાનૂની જવાબદારી ના હોય ત્યાં સુધી. જો માહિતીને ડીલીટ કરવામાં આવે નહીં કારણ કે તે કાનૂની રીતે જરૂરી છે તો, તેમની પ્રક્રિયા કરવાની બાબત પ્રતિબંધિત કરવામાં આવશે, અર્થાત માહિતી અટકાવવામાં આવશે અને અન્ય હેતુઓ માટે તેના ઉપર પ્રક્રિયા કરવામાં આવશે નહીં. આ બાબત માહિતીના એવા ઉદાહરણોને લાગુ પડે છે કે જે ધંધા અથવા કરવેરાના કારણોસર જાળવવી પડે છે.

 1. TIER સેવાઓના ઉપયોગ દરમિયાન માહિતીનું એકત્રિકરણ

અમારી વેબસાઈટ ઉપર અને અમારી એપ્લીકેશન્સમાં, અમે અંગત માહિતી દર્શાવીને નોંધણી કરવા માટે અમારા વપરાશકારોને સક્રિય બનાવીએ છીએ. TIER સેવાઓના ઉપયોગ માટે નોંધણી ફરજીયાત છે.

 1. જ્યારે TIER એપનો ઉપયોગ કરો ત્યારે માહિતીનું એકત્રિકરણ અને મંજૂરીઓ

મંજૂરીઓના સંદર્ભની અંદર આપણે જે તમામ ડેટાને એક્સેસ કરી શકીએ છીએ તેનો ફકત આ ગુપ્તતાની નોટીસની અંદર દર્શાવેલા હેતુઓ માટે જ ઉપયોગ કરવામાં આવશે. આ ડેટા પોલીસીમાં ઉલ્લેખ કરવામાં આવેલ હેતુઓ સિવાયના અન્ય હેતુઓ માટે અમે કોઇપણ માહિતી એકત્ર કરતા નથી.

 કેમેરા 

તમે તેના કયુ આર કોડને સ્કેન કરીને એક સ્કૂટરને ભાડે રાખી શકો છો અને તે માટે અમે તમારા કેમેરાનો એક્સેસ માંગીશું. તમે અન્ય રીતોમાં પણ એક સ્કૂટરને ભાડે રાખી શકો છો કે જેના માટે તમારા કેમેરાના એક્સેસની જરૂર પડતી નથી, જેવી કે એપ ઉપર સ્કૂટરના કયુ આર કોડની નીચે નંબરને ટાઈપ કરીને, અથવા એપમાં પ્રત્યક્ષ રીતે એક નજીકના સ્કૂટરને પસંદ કરીને.

તમારા કેમેરાનો એક્સેસ તમારા ડ્રાઈવિંગ લાઈસન્સ અને ઓળખની ખરાઈ કરવા માટે જરૂરી છે, કારણ કે અમે આવું કરવા માટે કાનૂની રીતે બંધાયેલા છીએ. તમારી ઓળખ અને ડ્રાઈવરનાં લાઈસન્સની ખરાઈ અંગે વધુ માહિતી માટે જુઓ કલમ 6, “ઈ-સ્કૂટર્સ ગ્રાહકો માટે ડ્રાઈવરનાં લાઈસન્સની ખરાઈ”

સ્થાન 

તમને ગુગલ મેપ્સ (ગુગલ આયરલેન્ડ લિમિટેડ) અને એપલ મેપ્સ (એપલ ઇન્ક.) ઉપર બતાવવા માટે કે તમે વાહનની નજીક છો કે કેમ અને તમે કેવી રીતે ત્યા પહોંચી શકો છો તે બતાવવા માટે તમારા સ્થાન અંગેની માહિતીની અમને જરૂર પડે છે. ગૂગલ મેપ્સ અને એપલ મેપ્સની માહિતીની પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે હવે પછીનો વિભાગ “જ્યારે એક TIER વાહન ભાડા ઉપર આપવામાં આવે ત્યારે માહિતીનું એકત્રિકરણ” જુઓ.

 1. TIER વિશ્લેષણાત્મક હકીકતો

અમારી સેવાને સતત રીતે સુધારવા માટે સક્ષમ બનવા અમારી એપના ઉપયોગના આચરણને સમજવાનું અમને ગમે તેમ છે. આ હેતુ માટે, અમે એકંદર સ્વરૂપમાં માહિતી માહિતી એકત્ર કરીએ છીએ, અર્થાત જોડાયેલ: ઉપકરણ માહિતી (દા.ત.ઓપરેટીંગ સિસ્ટમને એપના સંસ્કરણ અંગેની માહિતી), તે સમય જ્યારે તમે TIER એપ ખોલો છો, એપમાં તમારું વર્તન કે વ્યવહાર (દા.ત.વાહનોની પસંદગી), અમુક કાર્યહેતુઓમાં વિતાવેલ સમયના ઉપયોગનો ગાળો.

એડજસ્ટ

મારી માર્કેટિંગપ્રવૃત્તિઓને મહત્તમ બનાવવા માટે, અમે સેવા પ્રદાતા એડજસ્ટને કાર્યની જવાબદારી સોંપીએ છીએ.(Adjust GmbH, Saarbrücker Str. 37A, 10405 Berlin). એડજસ્ટ દ્વારા એકત્ર કરાયેલ માહિતી વિવિધ આંતર સૂઝ પૂરી પાડે છે દા.ત.TIER એપનું ડાઉનલોડ, ઓનલાઈન જાહેરાત કરવાનો માર્ગ કે જેનો ડાઉનલોડ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે સમય કે જ્યારે એપ ખોલવામાં આવી હતી, એપનાં ઉપયોગનો સમયગાળો અને ખાસ કરીને ઉપયોગમાં લેવાતા એપના કાર્યો (ખાસ કરીને સફળ લોગ ઇન અને પૂર્ણ કરેલ રાઈડસ અંગેના). એડજસ્ટ વિશ્લેષણ માટે વપરાશકર્તાઓના IP અને Mac સરનામાઓનો ઉપયોગ કરે છે. તેમનું એકત્રિકરણ કર્યા બાદ તેમના નાના નાના ટુકડા કરવામાં આવશે અને ફક્ત ઉપનામવાળા સ્વરૂપમાં જ તેમનો ઉપયોગ કરવામાં આવશે.

 1. જ્યારે એક TIER વાહનને ભાડા ઉપર આપીએ ત્યારે માહિતીનું એકત્રિકરણ
  1. ગુગલ નકશાઓ

વેબસાઈટ અને TIER એપ ગુગલ મેપ્સ API એપ્લીકેશન્સનો ઉપયોગ કરે છે. તેઓ અમને સક્ષમ બનાવે છે દા.ત.અમારી વેબસાઈટ ઉપર કે અમારી એપ્સમાં ઈન્ટરેકટીવ નકશાઓ બતાવવા માટે. આ એપ્લીકેશન કામગીરી અને અમારી સામગ્રીઓ અને સેવાઓની સમ્પૂર્ણ ઉપલબ્ધતા માટે મહત્વની છે. અહીં તમે ગુગલ ઉપયોગના નિયમો મેળવી શકો છો.  ગુગલ મેપ્સ/ ગુગલ અર્થ માટે ઉપયોગનાં વધારાના નિયમો અહીં મેળવી શકાય છે. અહી તમે ગુગલ ગોપનીયતા પોલીસી મેળવી શકો છો. ઉપલબ્ધ વાહનો બતાવવા ઉપરાંત, અમે સરનામામાં જીયો પોઝીશન્સનો અનુવાદ કરવા માટે અને પસંદ કરેલ વાહનનું અંદાજીત ચાલવાનું અંતર દર્શાવવા માટે ગુગલ મેપ્સનો ઉપયોગ કરીએ છીએ.

 1. ટેલીમેટીકસ એકમો

નકશા ઉપર TIER વાહનોને જોવા અને બુક કરવા માટે સક્ષમ બનવા માટે, અમે અમારા વાહનોમાં IoT બોક્ષીસ અને ટેલીમેટીકસ એકમોનો ઉપયોગ કરીએ છીએ. તેઓ નિયમિત ધોરણે GPS ડેટા મોકલે છે. અમારી સેવાના પ્રદાતા તમને મોકલેલ ડેટા ફાળવી શકતા નથી. મોકલેલ GPS ડેટાનાં આધારે ભાડે રાખેલ વાહનનાં સ્થાનનું પુન:સર્જન માત્ર નીચેના કિસ્સાઓમાં જ અને નીચેના હેતુઓ માટે જ બને છે

 • “જીયોફેન્સીંગ” મારફત, એક ચેતવણી ત્યારે આપવામાં આવશે જ્યારે ફરવાનો વિભાગ છૂટી ગયો હોય અથવા બુકિંગ ઉપયોગની બહારના વિસ્તારમાં સમાપ્ત કરવામાં આવે છે. સામાન્ય નિયમો મુજબ, એક વાહન માત્ર પરિભ્રમણ વિભાગની અંદર જ ફરી શકે છે અને બુકિંગ અમારા ઉપયોગના વિસ્તારની અંદર જ સમાપ્ત કરી શકાય છે. (આર્ટીકલ (6)(1)(f) GDPR). તમે કોઇપણ સમયે TIER એપમાં તમે જ્યાં સ્થિત છો ત્યાં સ્થળના પરિભ્રમણ વિભાગને તમે જોઈ શકો છો.
 • આ બાબત વપરાશકાર દ્વારા નહીં કરવામાં આવેલ આવેલ ભાડાની સમાપ્તિને પણ લાગુ પડે છે દા.ત.એક અસામાન્ય રીતના લાંબા ભાડાના સમયગાળા બાદ, તમારા અને અમારા હિતમાં (આર્ટીકલ (6)(1)(f) GDPR), અથવા
 • ઉપયોગ દરમિયાનની સેવાની વિનંતીઓના એક ભાગ સ્વરૂપે (દા.ત.બુકિંગ સમાપ્ત કરી શકાતું નથી, વાહન મળી શકતું નથી, અકસ્માતના કિસ્સામાં મદદ) (આર્ટીકલ (6)(1)(b) અને (f) GDPR).
 • નુકશાનનાં કિસ્સામાં પુરાવો: એક અકસ્માત કે નુકશાનનાં બીજા કિસ્સામાં, જેવા કે વાહનનું નુકશાન, અમે અકસ્માતના કિસ્સામાં નુકશાન ક્યા થયું હતું તે સાબિત કરવાનું અમે એક કાયદેસરનું હીત ધરાવીએ છીએ.(આર્ટીકલ 6(1)(f) GDPR)
 • પારદર્શક બિલીંગ: ભાડું સમાપ્ત કરવામાં આવ્યા બાદ, તમે તમારી એપમાં અને વૈકલ્પિક રીતે ઈમેઈલ દ્વારા ભાડાની એક ઝાંખી મેળવશો. અમે તમારી બુકિંગ હિસ્ટરીમાં તમારી સવારીના પ્રારંભ અને અંતના સ્થાનને તેમજ જો લાગુ પડે તો પાર્કિંગ સ્થાનોને દર્શાવીએ છીએ (આર્ટીકલ 6(1)(b) GDPR).
 • ઉપલબ્ધતાનો સુધારો: વાહનોના વિતરણને મહત્તમ બનાવવા માટે જ્યાં વપરાશકર્તાઓએ અગાઉથી બુકિંગ્સ કર્યા હોય ત્યાં સ્થાનોનું અનામી મૂલ્યાંકન. આર્ટીકલ 6(1)(f) GDPR)
 1. સંપર્ક દરમિયાન માહિતીનું એકત્રિકરણ

સંર્પક ફોર્મ, ઈમેઈલ અથવા ફોન દ્વારા તમે અમારો સંપર્ક કરો તેવા કિસ્સામાં, અમે તમારી વિનંતીની પ્રક્રિયાનાં હેતુ માટે તેમજ સંભવિત ફોલો અપ પ્રશ્ન માટે તમે અમને આપો છો તે માહિતી ઉપર પ્રક્રિયા કરીશું. પ્રક્રિયા ગ્રાહકની વિનંતીઓનો જવાબ આપી શકવા માટે અમારા કાયદેસરના હિત ઉપર આધારિત હોય છે. જેવી તમારી માહિતી વિનંતીના હેતુ માટે કે કાનૂની જવાબદારીની પૂર્તિ માટે જરૂરી નાહોય કે તરત જ તમારી માહિતીને ડીલીટ કરવામાં આવશે.

 1. કુકીસ

કુકીસ શું છે?

કૂકીસ એ પ્રમાણભૂત ઈન્ટરનેટ લોગની માહિતી અને મુલાકાતી આચરણની માહિતી એકત્ર કરવા માટે તમારા કમ્પ્યૂટર ઉપર મૂકવામાં આવેલી લખાણની ફાઈલો છે. કૂકીસનો પ્રોગ્રામ્સ શરુ કરવા માટે કે એક કમ્પ્યૂટર ઉપર વાઈરસ મૂકવા માટે ઉપયોગ કરી શકાતો નથી. કુકીસમાં રહેલી માહિતીના માધ્યમથી, અમે નેવિગેશન સુધારી શકીએ છીએ અને અમારી વેબસાઈટનાં સાચા ડીસપ્લેને સક્ષમ બનાવીએ છીએ. કોઇપણ પ્રસંગે અમે પ્રક્રિયા કરેલ માહિતી ત્રીજા પક્ષકારોને આપીશું નહીં કે તમારી વ્યક્તિગત પૂર્વ સંમતિ વિના અન્ય અંગત માહિતી તેમની સાથે જોડીશું નહીં

અમે ક્યા પ્રકારની કુકીસનો ઉપયોગ કરીએ છીએ?

 • જરૂરી – તમારી કુકી પસંદગીઓ (અમારા કુકી બેનર ઉપર ગોઠવાયેલ) યાદ રાખવા માટે અને સુરક્ષાના ઉપાયો જાળવવા માટે TIER આ કુકીસનો ઉપયોગ કરે છે.
 • કાર્યાત્મકતા - TIER કુકીસનો ઉપયોગ કરે છે જેથી અમે અમારી વેબસાઈટ ઉપર તમને ઓળખીએ છીએ અને તમારી અગાઉની પસંદ કરેલ પસંદગીઓને યાદ રાખીએ છીએ. આમાં તમે કઈ ભાષાને પસંદ કરો છો તેનો અને તમે જે સ્થાનમાં છો તેનો સમાવેશ કરી શકાય છે.
 • જાહેરાત – TIER અમારી વેબસાઈટની તમારી મુલાકાત, તમે જોયેલ સામગ્રી, તમે અનુસરેલ લિંકસ અંગેની અને તમારા બ્રાઉઝર, સાધન, અને તમારા IP એડ્રેસ અંગેની માહિતી એકત્ર કરવા માટે આ કુકીસનો ઉપયોગ કરે છે. TIER કોઈકવાર જાહેરાતના હેતુઓ માટે ત્રીજા પક્ષકારોને આ માહિતીના અમુક સીમિત પાસાઓ આપે છે. અમે અમારા વિજ્ઞાપન સાથીદારોને કુકીસ મારફત એકત્ર કરાયેલ માહિતી પણ ઓનલાઈન આપી શકીએ છીએ. આનો અર્થ થાય છે જ્યારે તમે બીજી વેબસાઈટની મુલાકાત લો છો ત્યારે, તમને અમારી વેબસાઈટ ઉપરની તમારી બ્રાઉઝીંગ ભાતના આધારે જાહેરાત બતાવવામાં આવી શકે છે.

કુકી બેનર – કુકીસનું કેવી રીતે સંચાલન કરવું

અમારા કુકીસ બેનરનો ઉપયોગ કરીને તમારી પસંદગીઓને ગોઠવીને, તમે અમારા દ્વારા કઈ કુકીસને તમારા કમ્પ્યૂટર ઉપર મૂકવાનું પસંદ કરશો તે પસંદ કરી શકો છો. તમે તમામ કુકીસને સ્વીકારી શકો છો, તમામ કુકીસનો અસ્વીકાર કરી શકો છો (જરૂરી કુકીસ સિવાય) અથવા “એડજસ્ટ કુકીસ સેટિંગ્સ” ઉપર ક્લિક કરીને સૂક્ષ્મ રીતે ફકત કુકીસનાં પસંદ કરાયેલા વર્ગોને સ્વીકારી શકો છો અને સંબંધિત ટોગલ્સને સક્રિય કે નિષ્ક્રિય બનાવવાનું પસંદ કરી શકો છો.

 1. વ્યક્તિગત માહિતી ત્રીજા પક્ષકારોને ટ્રાન્સફર કરવી

ઉપરનાં મુદા 2 અને 3 હેઠળ ઉલ્લેખ કરાયેલ સેવા પ્રદાતાઓ ઉપરાંત, અમે નીચેની પ્રકીયાના કામકાજો માટે નીચેના પ્રોસેસર્સનો સમાવેશ કર્યો હતો:

 • માહિતી સમાજ સેવાઓના પ્રદાતાઓ જેવા કે, વેબ સર્વર, ઈમેઈલ સર્વર, સ્ટોરેજ સર્વર, કલાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ, જીયોલોકેશન સિસ્ટમ્સ, કલાઉડ સ્ટોરેજ.
 • માર્કેટિંગ સેવાના પ્રદાતાઓ
 • ઈમેઈલ સેવાના પ્રદાતાઓ ચુકવણી સિસ્ટમના પ્રદાતાઓ
 • ચુકવણી સિસ્ટમ પ્રદાતાઓ
 • ઘટના વ્યવસ્થાપન સિસ્ટમ્સ પ્રદાતાઓ
 • ઉપરાંતમાં, અમે નીચેના પ્રાપ્તિકર્તાઓને તમારી અંગત માહિતી ટ્રાન્સફર રકી શકીએ છીએ:
 • TIER સમૂહની કંપનીઓ
 • સરકારી અધિકારીઓ અને/અથવા જાહેર પ્રસાશનો
 • સેવાઓના એકત્રિકરણ માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ
 • કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સુરક્ષા દળો અને સંસ્થાઓ

જ્યારે પણ યુરોપિયન માહિતી સુરક્ષા દ્વારા સ્વીકાર્ય અને આવશ્યક હોય ફકત ત્યારે જ તમારી માહિતી ત્રીજા પક્ષકારોને આપવામાં આવે છે. આ એવો કિસ્સો છે જો તમે સ્પષ્ટ રીતે અમારા સહકારી સાથીદારો પૈકીના એકને તમારી માહિતી ટ્રાન્સફર કરવા માટે સંમતિ આપો અને/અથવા જો ટ્રાન્સફર કરારની કામગીરી માટે જરૂરી હોય તો. ઉપરાંતમાં, માહિતી સુરક્ષાના દ્રષ્ટિકોણથી ટ્રાન્સફર કાયદેસરનું હોય જો તે અન્ય નિયમોના અમલ માટે આવશ્યક હોય તો.(દા.ત.ફોજદારી કાયદાની જોગવાઈઓ) અને એક માહિતી સુરક્ષાના દ્રષ્ટિબિંદુથી ટ્રાન્સફરની અનુમતિ આપવામાં આવે તો. માર્ગો અંગેની એકંદર અને અનામી માહિતી વધુમાં સાર્વજનિક સુવિધાઓને પૂરી પાડવામાં આવે છે, જેવી કે સંશોધન કેન્દ્રો, સ્થાનિક ટ્રાફિકની પરીસ્થિતિ સુધારવાનાં હેતુ માટે શહેરો અને નગરપાલિકાઓ. જુદી જુદી વ્યક્તિઓને હવે આ એકંદર માહિતીમાંથી તારવી શકાતી નથી. જ્યાં સુધી યુરોપિયન ઇકોનોમિક વિસ્તારની બહાર આવેલ પ્રાપ્તિકર્તાઓને અમે માહિતી આપીએ ત્યાં સુધી, અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે પ્રાપ્તિ કર્તા માહિતી સુરક્ષાના પુરતા સ્તર (દા.ત.સંબંધિત દેશ માટે EU કમીશનનો પૂરતાપણાનો એક નિર્ણય અથવા પ્રાપ્તિકર્તા સાથે EU ધોરણની કરાર સંબંધિત કલમો નાં કરારને પૂરા પાડો અથવા અમે ટ્રાન્સફર માટે તમારી સંમતિ ધરાવીએ.

 1. શહેરો અને સરકારી સત્તાધિશોને માહિતી આપવી

અમે શહેરો અને સરકારી સત્તાધિશોને મોબીલીટી ડેટા સ્પેસીફીકેશન(MDS) માળખામાં માહિતી આપીએ છીએ. આ માહિતીનો શહેરના આયોજન, એક શહેરમાં ટ્રાફિકના નેવિગેશન અને મુસાફરીની ભાતો સમજવા માટે ઉપયોગ કરવામાં આવે છે. MDS બાદ, અમે અમુક યુઝરની ઓળખો જેવી કે નામો, ઈમેઈલ સરનામાઓ, ફોન નંબરો, TIER યુઝર આઈડીસ વગેરેને દૂર કરીએ છીએ. અમે વ્યક્તિગત સફરના રેકોર્ડસ અને સફરના સ્થાન (મુસાફરી)નો ઈતિહાસ સહીતની પરિણામી માહિતી કે જે કોઈક વખતે વ્યક્તિગત સ્કૂટરનાં નંબર સાથે જોડાયેલ હોય છે, તે ત્રીજા પક્ષકારોને સંશોધન, વ્યવસાય કે અન્ય હેતુઓ માટે આપીએ છીએ.

 1. ડીપાર્ટમેંટ ફોર ટ્રાન્સપોર્ટ (DfT)ને માહિતી આપવી

અમારા માટે DfT ને અંગત માહિતી આપવી અને આવું કરવું આર્ટીકલ 6(1)(e) GDPR અર્થાત જાહેર કાર્ય હેઠળ આવશ્યક છે; ઈ-સ્કૂટર્સનાં ઉપયોગ અને પ્રભાવોનું મૂલ્યાંકન કરવા માટે પૂરતા પુરાવા એકત્ર કરવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટ્રાન્સપોર્ટ (SoS)ને સક્ષમ બનાવવાના હેતુથી આ માહિતી ની DfT ને જરૂર પડે છે. ઈન્સાઈટસ (આંતરદ્રષ્ટિઓ) નાં પરિણામોનો નિયમો બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે કે જે નિયમો ઈ-સ્કૂટર્સને એ રીતોમાં લાગુ પડશે કે જે રીતોમાં સલામત અને ટકાઉ મુસાફરી વધે અને સમાનતાઓનાં ધારા 2010ની કલમ 149 હેઠળ નિયત કરવામાં આવ્યા મુજબ જાહેર ક્ષેત્રની સમાનતાની ફરજ હેઠળ SoS જવાબદારીઓ પૂર્ણ કરે છે.

DfTને આપવાની અંગત માહિતી:

યુઝર કે વપરાશકર્તા

TIER યુઝર આઈડી, પૂરું નામ, ઈમેઈલ સરનામું, ફોન નંબર

યુઝરની સફર

યુઝર ટ્રીપની આઈડી, ટ્રીપ ટાઈમસ્ટેમ્પ, સફરનું અંતર અને સમયગાળો, સફરનો વિસ્તાર

સર્વે

યુઝર આઈડી, સર્વે ટાઈમસ્ટેમ્પ, પ્રશ્નો અને જવાબો

અન્ય ઉપનામવાળી માહિતી કે જે વ્યક્તિઓ સાથે જોડી શકાતી નથી તે પણ આપવામાં આવશે, જેવી કે અમારા વાહનની આઈડીસ, અમારા વહાનની સ્થિતિઓ અને સ્થાનો વગેરે.

 1. ઈ-સ્કૂટર્સનાં ગ્રાહકો માટે ડ્રાઈવરના લાઈસન્સની ખરાઈ
  1. તમે TIER ઈ-સ્કૂટર્સ ભાડે રાખી શકો તે પહેલા અમારે તમારા ડ્રાઈવર લાઈસન્સ અને તમારી ઓળખની ખરાઈ કરવાની જરૂર પડે છે. અમે એક ઓટોમેટેડ ખરાઈની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ કે જે નીચે મુજબ કામ કરે છે:
 • પગલું 1: તમારા ડ્રાઈવરના લાઈસન્સની ખરાઈ તમારા સ્માર્ટ ફોનના કેમેરા વડે તમને તમારા ડ્રાઈવરના લાઈસન્સના આગળના અને પાછળના ફોટા લેવાનું કહેવામાં આવશે. એપ ફોટાઓ અને ફોટાઓમાં રહેલ માહિતી(સામાન્ય રીતે નામ, જન્મદિવસ, લાઈસન્સ નંબર, આપનાર દેશ, પૂર્ણ થવાની તારીખ, આપ્યાની તારીખ, લાઈસન્સના વર્ગો) ના આધારે આપોઆપ રીતે તપાસે છે કે લાઈસન્સ માન્ય છે કે કેમ, કાલાતીત અને સરકાર દ્વારા આપવામાં આવેલ છે કે કેમ. ફોટોકોપી કરેલ લાઈસંસોને સ્વીકારવામાં આવતા નથી. ડ્રાઈવરના ફોટોગ્રાફ્સ વગરના લાઈસન્સો વધારાની કાનૂની ઓળખ માટેના દસ્તાવેજોની વિનંતીની જરૂરિયાત ઊભી કરી શકે છે.
 • પગલું 2: ઓળખની ખરાઈ. તમને તમારા સ્માર્ટ ફોનના કેમેરા વડે તમારા ચહેરાનો ફોટો લેવા માટે TIER એપનો ઉપયોગ કરવા જણાવવામાં આવે છે. એપ ડ્રાઈવરના લાઈસન્સ ઉપરના ફોટા સાથે કેમેરાના ફોટાને સરખાવે છે. આમ કરવા માટે, તમારે તમારા કેમેરાની અંદર જોવું જોઈએ અને એપ ઘણા બધા ફોટા લઇ લે છે. ત્યારબાદ, એપ સારી ગુણવતાવાળા ફોટાઓને આપોઆપ પસંદ કરશે અને સંગ્રહ કરશે. બાકીના ફોટાઓને દૂર કરવામાં આવશે. તે બાદ, એપ ડ્રાઈવરના લાઈસન્સ સાથે ફોટાઓની સરખામણી કરે છે. બાયોમેટ્રિક અલ્ગોરીધમ્સના આધારે એક મૂલ્ય આધારિત ગણતરી કરીને તે આ કામ કરે છે. જો આ મૂલ્ય નિયત કરેલ સીમા કરતા વધી જાય તો, ઓળખની ખરાઈને સફળ ગણવામાં આવે છે.
 1. પગલું 3: જીવંતતાની ખરાઈ એપ એ પણ તપાસે છે કે ઓળખ કરનાર વ્યક્તિ એક જીવિત વ્યક્તિ છે. આ કરવા માટે, તમારે તેનું માથું ડાબી તરફ અને જમણી તરફ ફેરવવું જોઈએ. એપ ઘણા બધા ફોટાઓ લે છે અને ચહેરાનું 3D મોડલ બનાવે છે. અંતમાં, એક મૂલ્ય બાયોમેટ્રિક અલ્ગોરીધમ્સના આધારે ગણવામાં આવે છે. જો આ મૂલ્ય નિયત કરેલ સીમા કરતા વધી જાય તો, વ્યક્તિની ખરાઈ (જીવંતતા)ને સફળ ગણવામાં આવે છે. જો સમસ્યાઓનો સામનો કરવામાં ના આવે તો, માહિતીની એક માનવ ઓપરેટર દ્વારા હાથેથી ખરાઈ કરવામાં આવશે. માનવ પ્રયાસથી થતી ખરાઈ 24 કલાક સુધીનો સમય લઇ શકે છે. જો તમારી માહિતીને માનવ પ્રયાસથી થતી ખરાઈ માટે મોકલવામાં આવે તો તમને TIER એપમાં જાણ કરવામાં આવશે અને તમને પરિણામ અંગે ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે. જો ગમે તે કારણોસર ખરાઈ નિષ્ફળ જાય તો, તમે સ્પષ્ટતા અને માનવ પ્રયાસથી ખરાઈ માટે TIER યુઝર સહાયતાનો હંમેશા સંપર્ક કરી શકો છો.
 2. તમામ માહિતી, ખાસ કરીને, તમારા ડ્રાઈવરના લાઈસન્સના ફોટાઓ અને તમારો ચહેરો, ખરાઈ પ્રક્રિયાની સફળ પૂર્ણતા, નિષ્ફળતા કે અંત બાદ ઓછામાં ઓછા 24 કલાકની અંદર આપોઆપ રીતે ડીલીટ કરવામાં આવે છે, અમે તમારી યુઝર પ્રોફાઈલ ડેટાનાં ભાગ રૂપે માત્ર ખરાઈની સ્થિતિ (અર્થાત ખરાઈ સફળ/નિષ્ફળ ગઈ) અને તમારા ડ્રાઈવર લાઈસન્સની પૂર્ણતા તારીખને જ માત્ર જાળવીએ છીએ.
 3. આર્ટીકલ 6(1)(b) GDPR અને આર્ટીકલ.22(2)(a) GDPRનાં અનુસંધાનમાં ભાડાના કરારને કરવા માટે અને બજાવવા માટે ખરાઈ એક એક પૂર્વશરત છે.
 4.  ઓળખ ખરાઇના હેતુઓ માટે તમારા ચહેરાની જે માત્રા સુધી ફોટાઓ ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે, તે માત્રા સુધી માહિતીનું પ્રોસેસિંગ આર્ટીકલ 9(2)(a) GDPR અને આર્ટીકલ 22(4) GDPRના અનુસંધાનમાં તમારી સંમતિ ઉપર આધારિત છે. આર્ટીકલ 6(1)(f) GDPR અનુસંધાનમાં સંમતિ સાબિત કરવા માટે અમારા કાયદેસરના હિત ઉપર આધારિત માહિતીનાં પ્રોસેસિંગને તમારી સંમતિનાં એક ટાઈમસ્ટેમ્પને પણ અમે નોંધીએ અને જાળવીએ છીએ. તમે કોઇપણ સમયે તમારી સંમતિ પાછી લઇ શકો છો, ખાસ કરીને ખરાઈની પ્રક્રિયાને અટકાવીને.
 5. અમે ખરાઈ પ્રકિયા માટે એક સેવા પ્રદાતા તરીકે, IDnow GmbH, Auenstraße 100, 80469 મ્યુનિચ, જર્મનીનો ઉપયોગ કરીએ છીએ. IDnow GmbH અમારા વતી એક પેટાકોન્ટ્રાકટર અને ડેટાપ્રોસેસર તરીકે કામ કરે છે અને અમારા માટે તેમની સેવાઓની કામગીરી માટે અંગત માહિતી સંપૂર્ણ રીતે મેળવે છે. તેઓ અન્ય હેતુઓ માટે અંગત માહિતીનો ઉપયોગ નહીં કરવા માટે કરાર દ્વારા બંધાયેલા છે.
 1. પ્રોડક્ટ, સંશોધન અને જાહેરાતનો સંદેશો 

તમારી સાથે અમુક સંજોગોમાં સંદેશાવ્યવહાર કરવાનું અમને ગમી શકે છે. આ બાબત નવી TIER પ્રોડક્ટસ અને સેવાઓ જણાવવા માટે (વધુ વિગતો 8.1 માં), યુઝર સંશોધન પહેલો (8.2) માં ભાગ લેવા માટે પ્રસ્તાવ કરવા માટે, અને તમને અભિયાનો, પ્રગતિઓ અને TIER એપમાં તમારા આચરણ મુજબ તૈયાર કરાયેલ જાહેરાત (8.3) બતાવવા માટે હોઈ શકે છે. વળી, જ્યારે તમે અમારા સમાચારપત્રો (8.4) માં સાઈન અપ કરો ત્યારે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે અંગે અને આ સંદેશાઓ મેળવવામાંથી તમે કેવી રીતે બહાર નીકળી શકો છો તેને તમે વધુ વાંચી શકો છો.

 1. નવી TIER પ્રોડક્ટસ અને સેવાઓ

જુદા જુદા સમયે, TIER તે નવી પ્રોડક્ટસ, સેવાઓ અને કાર્યાત્મક્તાઓ બહાર પાડે છે કે જે તમે જાણો તેવું અમે ઈચ્છીએ છીએ. આ પ્રોડક્ટ્સ અને સેવાઓ અમુક વિસ્તારોમાં જ ફક્ત ઉપલબ્ધ બની શકે તેમ હોવાથી, અમે અમારા બધા યુઝર્સને આ સંદેશાઓ બતાવતા નથી, પરંતુ ફક્ત તેવા લોકોને જ બતાવીએ છીએ જેઓ TIERનો એવા વિસ્તારોમાં ઉપયોગ કરે છે જ્યાં સેવા કે પ્રોડક્ટ હવે ઉપલબ્ધ છે. આથી, આ હેતુ માટે અમારે તમારા સ્થાનની માહિતી ઉપર પ્રક્રિયા કરવાની જરૂર પડે છે. આ સંદેશાઓ સાથે તમને લક્ષ્ય બનાવવા માટે અમે યુઝર આચરણ માહિતીનો ઉપયોગ કરતા નથી, અને અમે તમારો સંપર્ક કરવા માટે અમારી પ્રોડક્ટ્સ અંગે તમને માહિતગાર રાખવા માટેનાં અમારા કાયદેસરના હિત ઉપર અમે આધાર રાખીએ છીએ. તમે તમારી એપના “સેટિંગ્સ” મારફત કોઇપણ સમયે આમાંથી બહાર નીકળી શકો છો. તેમ કરવા માટે, તમારે “સર્વિસ એન્ડ પ્રોડક્ટસ ન્યુઝ” બાજુના ટોગલને માત્ર નિષ્ક્રિય કરવાની જ જરૂર રહે છે.

 1. TIER વપરાશકર્તાનાં અભિયાનો

અમને એ જાણવાનું ગમશે કે અમારા યુઝરો અમારી સેવા, પ્રોડક્ટસ અને લાક્ષણિકતાઓને કેવી રીતે પસંદ કરે છે. આ કારણસર, અમારી એપમાં ઉપયોગના અમુક માપદંડો જે પૂર્ણ કરે તેવા યુઝરોનું સંપર્ક કરવાનું અમને ગમશે. આ માપદંડો પૈકીના અમુક માપદંડો હોઈ શકે છે: યુઝરો કે જેમણે અમુક પેકેજીસ ખરીદેલા હોય, ભારે યુઝરો, યુઝરો કે જે અમારા વાહનો પૈકીના માત્ર એકનો જ ઉપયોગ કરતા હોય (દા.ત.TIER ઈ-બાઈક્સ), યુઝરો કે જેઓ અમારા બંને વાહનોનો ઉપયોગ કરતા હોય (TIER ઈ-બાઈક્સ અને ઈ-સ્કૂટર્સ) વગેરે. જો તમે આ માપદંડો પૈકીના એકને પૂર્ણ કરતા હોવ તો, અમે અમારા યુઝર સંશોધન પહેલોમાં ભાગ લેવા માટે તમને જણાવતી ઇન-એપ સૂચનાઓ મોકલી શકીએ છીએ. તમે અમારી સેવાને કેવી રીતે પસંદ કરો છો તે સમજવામાં અમારા કાયદેસરના હિત ઉપર આધારિત અમે તમારો સંપર્ક કરીએ છીએ, પરંતુ અમારી યુઝર સંશોધન પહેલોમાં સહભાગીતા સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક અને તમારી સંમતિ ઉપર આધારિત હોય છે.

 1. TIER ઓફર ઈમેઈલ્સ અને વ્યક્તિગત જાહેરાત 

અમે અમારા ગ્રાહકોને TIERની પ્રોડક્ટસ કે સેવાઓ કે જે તેમની ‘પ્રોફાઈલ’ (અર્થાત તેમની પૂર્ણતાનું અનુમાન કરવા માટે એક ગ્રાહક અંગેની માહિતીના આધારે) મુજબ તૈયાર કરવામાં આવે છે તે અંગેનાં માર્કેટિંગ સંદેશાઓ મોકલીએ છીએ. અમે ઈમેઈલ, એસએમએસકે ઇન-એપ પુશ નોટીફીકેશન્સ દ્વારા ગ્રાહકોને આવા સંદેશા મોકલીએ છીએ. અમે માત્ર તમારી સંમતિ સાથે આ જરૂરીયાત મુજબ તૈયાર કરાયેલા માર્કેટિંગ સંદેશા મોકલી શકીએ છીએ, કે જે તમારી એપના સેટિંગ્સમાં ગમે તે સમયે રદ કરી શકાય છે. તમારી પસંદગી મુજબ તૈયાર કરાયેલા માર્કેટિંગ સંદેશાઓ તમને મોકલવા માટે, અમે તમારા ગ્રાહક એકાઉન્ટ બનાવવા દરમિયાન જે માહિતી તમે રજૂ કરી છે તેનો તેમજ આપોઆપ રીતે એકત્ર કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીશું, આવી આપોઆપ એકત્ર કરાયેલ માહિતી જેવી કે,

 • પ્રાપ્તિની નોટીસો તેમજ સંદેશાઓના વાંચનની પુષ્ઠીઓ;
 • તમારા સાધન અને ઉપયોગમાં લીધેલ બ્રાઉઝર અંગેની માહિતી;
 • અમારી એપ્સમાં તમારી પ્રવૃત્તિ;
 • TIER સેવાઓનો ઉપયોગ કરવાનો તમારો ભુતકાળ

અમે અમારા ગ્રાહકોને બિન વ્યક્તિગત માર્કેટિંગ સંદેશાઓ (જેવા કે ઓફરના ઈમેઈલ્સ) પણ જુદા જુદા સમયે મોકલીએ છીએ. અમે તમને આ માહિતી મોકલી શકીએ છીએ, કારણ કે અમે અમારી સેવાઓ અંગે તમને સુમાહિતગાર રાખવાનું કાયદેસરનું હિત ધરાવીએ છીએ. અમે ઈમેઈલ એડ્રેસ અથવા અન્ય સંપર્કની માહિતી કે જે તમે આ હેતુ માટે તમારા ગ્રાહક એકાઉન્ટનાં સર્જન દરમિયાન અમને આપી હતી તેનો ઉપયોગ કરીશું. આ રીતે, અમારા ગ્રાહકો તેમની પસંદગીઓ ઉપર આધારિત TIERની પ્રોડક્ટસ કે સેવાઓ અંગે જરૂરીયાત મુજબ તૈયાર કરાયેલા સંદેશાઓ કે TIER સેવાઓની વિશેષ ઓફરોના જરૂરીયાત વિના તૈયાર કરાયેલા સંદેશાઓ જ મેળવી શકે છે. તમે અમારા સમાચાર પત્ર માટે નોંધણી કરાવેલ હોય કે ના હોય તો પણ તમે આ સૂચનાઓ મેળવશો.

 1. સમાચારપત્ર

નિયમિત ધોરણે અમારી પ્રોડક્ટ અને સેવાઓ અને અમારા સહકારી સાથીદારોની પ્રોડક્ટસ અંગે સંભવિત અને હાલના ગ્રાહકોને ઈમેઈલ્સ દ્વારા જાહેરાત મોકલવાનું અમને ગમશે આ હેતુ માટે, અમે સમાચાર પત્ર અને દેશ માટે નોંધણી માટે દર્શાવેલા ઈમેઈલ સરનામાઓનો અમે ઉપયોગ કરીશું. અમારા નવા સમાચારપત્રની નોંધણીનાં હિસ્સા સ્વરૂપે, અમે નીચેની રીતે તમારી સંમતિની માંગ કરીશું:

ડબલ ઓપ્ટ-ઇન પ્રક્રિયા દ્વારા તમારા ઈમેઈલ એડ્રેસની ઓળખ પ્રક્રિયા કરવામાં આવે છે. આનો અર્થ એ થાય કે તમે સમાચાર પત્રની પ્રાપ્તિ માટે સહમત થવા માટે એક વિશેષ પગલામાં એક ખાતરી કરતા ઈમેઈલને મેળવશો. જ્યારે અમારા સમાચારપત્ર માટે સબસ્ક્રાઈબ કરો ત્યારે, અમે નીચેની માહિતી નોંધીએ છીએ:

 • ઉપયોગમાં લેવાયેલ IP એડ્રેસ;
 • સમાચારપત્રને સબસ્ક્રિપ્શનનો સમય
 • ખાતરી કરતા ઈમેઈલને મોકલવાનો સમય;
 • ખાતરી કરતા ઇમેઇલની સામગ્રી;
 • કન્ફર્મેશન લીંક અથવા આર્કાઈવિંગ ધ ઈમેઈલ જવાબ ઉપર ક્લિક કરવાનો સમય.

આ પ્રક્રિયાનો હેતુ તમારી નોંધણીને સાબિત કરવાનો છે અને તમારી અંગત માહિતીના સંભવિત દુરુપયોગનું નિવારણ કરવાનો છે. અમે કોઇપણ કન્ફર્મેશન ઈમેઈલ્સ અને દરેક સમાચારપત્રમાં કોઇપણ વિથડ્રોવલ વિકલ્પો અંગે તમને જાણ કરીશું.

 1. માહિતીની જાહેરાત અને રદ કરવાની પ્રક્રિયા

માહિતી ત્રીજા પક્ષકારોને ઉપલબ્ધ બનાવવામાં આવશે નહીં. તમારી માહિતી અમારે તમારી સાથે વ્યવસાયિક સંબંધ હોય તે સમય સુધી જ ફક્ત રાખવામાં આવશે અને જો આ ડેટા પ્રોસેસિંગ અંગે વાંધો ઉઠાવેલ ના હોય તો.

તમે દરેક સૂચનામાં રદ કરવાની એક લીંક મેળવશો, કે જેના ઉપર જ્યારે ક્લિક કરવામાં આવે ત્યારે તેને વાંધા કે રદ કરવા તરીકે ગણવામાં આવે છે. તમે પ્રોડક્ટ અને જાહેરાતના ઈમેઈલ્સ અંગેનો તમારો વાંધો અને અમારા સમાચાર પત્ર અંગે તમારી સંમતિને રદ કરવાની બાબત privacy@tier.appને ઈમેઈલ મોકલીને અથવા Tier Mobility GmbH (“TIER”, “we”), c/o WeWork Eichhornstr ને ટપાલ દ્વારા પણ મોકલી શકો છો 3, 10785 Berlin, Germany.

 1. વપરાશકર્તા સંશોધન
  1. જો તમે અમારી યુઝર સંશોધન પહેલો પૈકીની એક પહેલમાં ભાગ લેવા માટે સંમતિ આપો તો, અમે તમને એક સર્વે ભરવા માટે અથવા અમારી સંશોધન ટીમ પાસે એક રેકોર્ડેડ કોલમાં ભાગ લેવા માટે જણાવી શકીએ છીએ.
  2. અમે તમારી પાસે માહિતી માગી શકીએ છીએ જેવી કે TIER વાહનોનાં તમારા ઉપયોગનું વર્તન તમારી ઉંમર સીમા, કાર્ય ઉદ્યોગ કે જેમાં તમે છો, અમારી સેવાઓના તમારા અભિપ્રાયો અને પસંદગીઓ વગેરે. સર્વે કે કોલમાં સહભાગીતા સ્વૈચ્છિક છે અને તમારી સંમતિ ઉપર આધારિત છે. જો તમે અમારી સાથેના એક યુઝર ઇન્ટરવ્યુંમાં ભાગ લેવા માટે સહમત થવાનો નિર્ણય કરો તો, અમે તમને પૂછીશું કે તમે એક વિડીયો રેકોર્ડીંગ માટે સહમત છો કે કેમ. જો તમે સંમતિ ના આપો તો, તમે અમને જણાવી શકો છો અને અમે ઈન્ટરવ્યું એક વિડીયો કોલ વગર કરીશું. તમારી પસંદગી પ્રત્યે ધ્યાન આપ્યા વિના, અમારી સંમતિની કબૂલાત ઉપર ઈલેક્ટ્રોનિક રીતે સહી કરવા માટે અમે તમને જણાવીશું.
  3. તમારી માહિતી 6 મહિનાથી વધુ સમય ના થાય તેટલા સમયમાં ડિલીટ કરવામાં આવશે, અને સામાન્ય રીતે 3 મહિનાઓ માટે રાખવામાં આવે છે. આ માહિતીનો સંપૂર્ણ રીતે સંશોધનના હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે અને પાછળથી અમારી સેવાઓ અને પ્રોડક્ટસ સુધારવા માટે એક એકંદર સ્વરૂપમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. તમારી માહિતીની પ્રક્રિયા માટે તમારી સંમતિને તમે પાછી લઇ શકો છો, આ માહિતી માટે જાણકારી માંગી શકો છો, તેની એક નકલ માંગી શકો છો અને તેને ડીલીટ કરવા માટે જણાવી શકો છો, એ શરતે કે તે તેની જાળવણીના 6 મહિનાઓની અંદર હોય.
  4. અમે અમારા સર્વેઓ માટે SurveyMonkeyનો, સહભાગીઓ સાથેનાં કોલ્સ બુકિંગ માટે Calendlyનો અને વિડીયો અને ઓડિયો કોલ્સ માટે Google Meetનો ઉપયોગ કરીએ છીએ.

સર્વેમંકી યુરોપ 2, શેલબોર્ન બિલ્ડીંગ્સ, બીજો માળ, શેલબોર્ન રોડ, ડુબ્લીન 4. સર્વેમંકી યુરોપ SurveyMonkey Inc., અકે જિજ્ઞાસાની રીત, સાન માટીઓ, CA 94403,, યુનાઈટેડ સ્ટેટસનો એક સબ-પ્રોસેસર તરીકે ઉપયોગ કરી શકે છે.

કેલેન્ડલી LLC, BB&T ટાવર, 271 17th St NW, એટલાંટા, GA 30363, યુનાઈટેડ સ્ટેટસ

ગુગલ આયર્લેન્ડ લિમિટેડ, ગુગલ બિલ્ડીંગ ગોર્ડોન હાઉસ, 4 બેરો સ્ટ્રીટ, ડુબ્લીન, D04 E5W5, આયરલેન્ડ.

SurveyMonkey, Calendly અને Google પેટાકોન્ટ્રાકટરો અને ડેટા પ્રોસેસરો તરીકે અમારા વતી કામ કરે છે અને અમારા માટે તેમની સેવાઓની સંપૂર્ણ રીતની કામગીરી માટે અંગત માહિતી મેળવે છે. તેઓ અન્ય હેતુઓ માટે અંગત માહિતીનો ઉપયોગ નહીં કરવા માટે કરાર દ્વારા બંધાયેલા છે. અમે આર્ટીકલ 46 GDPR નાં અનુસંધાનમાં SurveyMonkey Europe, Calendly LLC અને Google LLC સાથે EU ધોરણની કરાર સંબંધિત જોગવાઈઓ કરેલ છે. 

 1. તમારા માહિતી સુરક્ષાના અધિકારો
  1. માહિતીનો અધિકાર

તમારા અંગેના સંગ્રહ કરાયેલ માહિતી, માહિતીના ઉદભવ અંગે, તેમના પ્રાપ્તિકર્તાઓ કે પ્રાપ્તિકર્તાઓના વર્ગો અને પ્રકીયાના પ્રકાર અને હેતુ અંગે માંગ કરવા માટેનો તમે અધિકાર ધરાવો છો.

 1. રદ કરવાનો અધિકાર

જો તમે તમારી અંગત માહિતીના ઉપયોગને તમારી સંમતિ આપેલી હોય તો, તમે કારણો આપ્યા વિના કોઇપણ સમયે ભવિષ્ય માટે તેને રદ કરી શકો છો.

 1. સુધારાનો અધિકાર

અમારી પાસે રહેલ માહિતી સચોટ ના હોય તો તમારે પાછળથી તે અંગત માહિતી પ્રસ્થાપિત કરવી હોય તો, તમે કોઇપણ સમયે તમારા ગ્રાહક એકાઉન્ટમાં કોઇપણ સમયે તેમને સુધારી કે પૂર્ણ કરી શકો છો.

 1. ચેક્વાનો અધિકાર (‘વિસ્મૃત થવાનો અધિકાર’)

અમુક સંજોગો હેઠળ, અમારા દ્વારા રાખવામાં આવેલ તમારી વ્યક્તિ અંગેની માહિતી અટકાવવાનો કે ડીલીટ કરવાનો તમે અધિકાર ધરાવો છો. તમારી માંગની કાયદેસરતા અંગે પૂર્વ શરતોની ખરાઈ કરવા માટે અમે જેવા સક્ષમ બનીએ કે તરત જ તમારી અંગત માહિતીને ડીલીટ કરવાની કે અટકાવવાની બાબત બને છે. જ્યાં સુધી તમારી માહિતીને ડીલીટ કરવાની બાબત કાયદેસરની, કરાર સંબંધિત, નાણાકીય કે ધંધાકીય અટકાયતની જરૂરીયાતો કે અન્ય કાયદેસર રીતે આધારિત કારણો ધરાવે છે ત્યાં સુધી, તમારી માહિતી ડીલીટ કરવાના બદલે અટકાવવામાં આવશે. તમારી માહિતી ડીલીટ કર્યા બાદ, માહિતીનું આદાન-પ્રદાન હવે આગળ સંભવ નથી.

 1. માહિતીની પોર્ટેબીલીટીનો અધિકાર

તમે અમારા દ્વારા નિયત કરાયેલ મશીન દ્વારા વાંચી શકાય તેવા માળખામાં તમારા પાસેથી અમે પ્રોસેસ કરેલ અને મેળવેલ તમારી અંગત માહિતીને મેળવી શકો છો અથવા તમે એક પસંદ કરાયેલ ત્રીજી વ્યક્તિને આ માહિતી સીધી ટ્રાન્સફર કરવા માટે અમને સુચના આપી શકો છો, જો આ પ્રાપ્તિકર્તા આને ટેકનીકલ દ્રષ્ટિકોણથી સક્રિય બનાવે તો અને અમારા પક્ષે અથવા ત્રીજી વ્યક્તિના પક્ષે કોઇપણ અનુચિત બોજ કે અન્ય ગુપ્તતાની જવાબદારીઓ કે વિચારણાઓ આને અટકાવે નહીં તો.

 1. વાંધો ઉઠાવવાનો અધિકાર

તમે કોઇપણ સમયે, અને કારણો આપ્યા વગર, પ્રત્યક્ષ જાહેરાતના હેતુઓ માટે માહિતીની પ્રક્રિયાનો ઇનકાર કરવા માટેનો અધિકાર ધરાવો છો. તે નોંધવું જોઈએ કે માહિતીની પ્રકીયાના કામકાજો માટેનો વાંધો માળખાકીય કરાર અને વ્યક્તિગત કરારોની પ્રક્રિયાનાં અમલને સીમિત કરી શકે છે કે અટકાવી શકે છે.

 1. વ્યક્તિગત માહિતીનાં મૂલ્યાંકન માટે ઓટોમેટેડ માહિતી પ્રક્રિયાને સૂચવતા વિસ્તારેલ અધિકારો 

વ્યક્તિગત માહિતીના મૂલ્યાંકન માટે ઓટોમેટેડ માહિતીની પ્રક્રિયાનાં સંબંધમાં, ઉપર જણાવેલા હક્કો ઉપરાંતમાં, તમે નિર્ણય કરવાની પ્રક્રિયામાં એક કુદરતી વ્યક્તિને જોડવાનો હક્ક તેમજ અપીલનો હક્ક અને અમારી ચિંતા વ્યક્ત કરવાનો એક હક્ક ધરાવો છો.

 1. પ્રભાવિત વ્યક્તિઓના હક્કોના સંબંધમાં કરાયેલા દાવાઓ માટેના સંપર્ક

પ્રભાવિત વ્યક્તિઓના હક્કોના સંબંધમાં કરાયેલા દાવાઓ માટે, તમે અમારો privacy@tier.appને ઈમેઈલ કરીને સંપર્ક કરી શકો છો અથવા

TIER મોબીલીટી GmbH c/o WeWork Eichhornstr ને લખીને સંપર્ક રકી શકો છો. 3, 10785 Berlin, Germany.

 1. સુપરવાઈઝરી સતામંડળમાં અપીલનો અધિકાર 

તમે એક માહિતી સુરક્ષા સુપરવાઈઝરી સત્તાધિકારી સમક્ષ તમારી અંગત માહિતીની પ્રક્રિયા સામે એક ફરિયાદ દાખલ કરવાનો અધિકાર ધરાવો છો, જો તમને અમે લાગે કે GDPR હેઠળના તમારા હક્કોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ICOનાં સંપર્કની વિગતો નીચે મુજબ છે:

ઇન્ફોર્મેશન કમિશ્નરની ઓફીસ (IFO)

વાયકલીફ હાઉસ

વોટર લેન

વિલ્મસ્લો

ચેશાયર

SK9 5AF

ટેલિફોન: 0303 123 1113

ફેક્ષ: 01625 524510

લાઈવ ચેટ: https://ico.org.uk/global/contact-us/live-chat/ 

 1. આ ગોપનીયતા નોટીસમાં ફેરફારો

અમે પ્રાસંગિક રીતે આ ગોપનીયતા પોલીસીને અનુકૂળ બનાવવા માટેનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ જેથી તે સતત રીતે વર્તમાન કાનૂની જરૂરીયાતોને પૂર્ણ કરે અથવા ગોપનીયતાની નોટીસમાં અમારી સેવાઓના ફેરફારોને સમાવવાના હેતુથી દા.ત.નવી સેવાઓની શરૂઆત બાદ. અમે ભલામણ કરીએ છીએ કે તમે નિયમિત આધાર ઉપર કોઇપણ ફેરફારો માટે ગોપનીયતાની નોટિસને તપાસતા રહો. જો અમારી સેવામાં ફેરફાર અથવા એક નવી સેવાની શરૂઆત માટે તમારી આગોતરી સંમતિની જરૂર પડશે તો અમે તે મુજબ તમને જાણ કરીશું અને તમારી મંજૂરી માંગીશું.

 1. અમારો સંપર્ક કેવી રીતે કરવો

જો આ ગોપનીયતાની નોટીસ, તમારી જે માહિતી અમે રાખીએ છીએ તેના અંગે તમને કોઈ પ્રશ્ન હોય તો, અથવા જો તમે તમારા માહિતી સુરક્ષાના હક્કો પૈકીના એક હક્કનો ઉપયોગ કરવાનું ચાહો તો, નિ:સંકોચપણે અમારો સંપર્ક કરવા વિનંતી.

TIER ગતિશીલતા માહિતી સુરક્ષા અધિકારી

તમે dpo@tier.app ઉપર TIER નાં માહિતી સુરક્ષા અધિકારીનો સંપર્ક કરી શકો છો.

 1. જવાબદાર સુપરવાઈઝરી સત્તાધિકારીનો કેવી રીતે સંપર્ક કરવો

જો તમે એક ફરિયાદ કરવા ઈચ્છો અથવા જો તમે એવું અનુભવો કે TIER દ્વારા સંતોષકારક રીતે તમારી ચિંતાનું સમાધાન કર્યું નથી તો, તમને BlnBI, TIER માટેનાં જવાબદાર સુપરવાઈઝરી સત્તામંડળનો સંપર્ક કરવાનો અધિકાર છે:

Berliner Beauftragte für Datenschutz und Informationsfreiheit (BlnBI)

Friedrichstraße 219, 10969 Berlin

ફોન: 030 13889 – 0

ફેક્ષ: 030 2155050 

ઇમેઇલ: mailbox@datenschutz-berlin.de